Get The App

જામનગરમાં તળાવની કેનાલ ઉપર સ્લેબ ભરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી રસ્તો એક માસ બંધ રહેશે

Updated: Mar 30th, 2025


Google News
Google News
જામનગરમાં તળાવની કેનાલ ઉપર સ્લેબ ભરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી રસ્તો એક માસ બંધ રહેશે 1 - image


જામનગરમાં ન્યૂ સ્કૂલ નજીકની કેનાલ ઉપરના સ્લેબની કામગીરી કરવામાં આવનાર હોવાથી આ રસ્તો એક માસ માટે બંધ કરવા માં આવ્યો છે. જે અંગે કમિશનર દ્વારા જાહેર નામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકા ના કમિશનર ડી એન.મોદીને મળેલ સતાની રુએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી.છે કે, જામનગર મહાનગરપાલિકાની હદમાં રણમલ તળાવ ગેટ નં.૯ ની સામે થી ન્યુ સ્કુલ તરફ જતા ફીડીંગ કેનાલ વાળા રસ્તા પર કેનાલનો સ્લેબ સેટલમેન્ટ થવાને કારણે સદરહુ રસ્તો સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી જરૂરી રી-કન્સ્ટ્રકશન કરવા અર્થે તા. 29/03/2025થી 30/04/2025 સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવામા આવશે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે નિયમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.

રણમલ તળાવ મેઈન રોડ તથા ન્યુ સ્કુલ મેઈન રોડ પર થી આ રસ્તા પર ક્રોસિંગ કરતા તમામ વાહન વ્યવહાર બંધ રહેશે, જેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ભુજીયા કોઠા થી ખંભાળિયા ગેઇટ તથા જોલી બંગલા રોડ પર થી કરી શકાશે. તદ ઉપરાંત સદરહુ રોડની આજુબાજુના દિગ્વિજય પ્લોટ શેરી નં. 1 થી 10ના આંતરિક રસ્તાઓનો પણ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે.તેમ જામનગર મહાનગર પાલિકાની યાદી માં જણાવાયું છે.

Tags :