Get The App

ગરબા રમી પાછા આવતાં 3 મિત્રોને કાળ ભરખી ગયો, બનાસકાંઠામાં કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

Updated: Oct 6th, 2024

GS TEAM


Google News
Google News
ગરબા રમી પાછા આવતાં 3 મિત્રોને કાળ ભરખી ગયો, બનાસકાંઠામાં કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત 1 - image


Road Accident In Banaskantha: ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા પાસે મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, ખીમત ગામેથી ગરબા રમીને આ યુવકો પોતાના ગામ ઘાડા પરત ફરી રહ્યા હતા.

આ પણ વાંચો: ભાજપને 'ભરતી મેળો' નડ્યો, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ જ સરકારને ઘેરતાં કરી બબાલ!


અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના ધાનેરાના ખીમત નજીક શનિવારે (પાંચમી ઓક્ટોબર) મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ચાર યુવાનોમાંથી મહીપતસિંગ વાઘેલા,પંકજસિંગ વાઘેલા, યોગેન્દ્રસિંગ વાઘેલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે મહાવીરસિંહ  વાઘેલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.

ગરબા રમી પાછા આવતાં 3 મિત્રોને કાળ ભરખી ગયો, બનાસકાંઠામાં કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત 2 - image

Tags :