Get The App

રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોનું સમર્થન ન કરતાં રિવાબા જાડેજાનો વિરોધ, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
રૂપાલા વિવાદમાં ક્ષત્રિયોનું સમર્થન ન કરતાં રિવાબા જાડેજાનો વિરોધ, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ 1 - image


Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને માહોલ ગરમાયો છે. જો કે રૂપાલાએ પોતાના નિવેદન પર બે-બે વખત હાથ જોડીને માફી પણ માગી છે તેમ છતાં ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે ભાજપના જામનગરના ધારાસભ્ય અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીનો સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

ગુજરાતમાં પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા

ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાક દિવસથી રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદથી તેઓ સતત વિવાદમાં છે. ક્ષત્રિય સમાજના લોકો તેમની ઉમેદવારી રદ કરવા માટેની માગણી કરી રહ્યા છે ત્યારે હવે સોશિયલ મીડિયા પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાને ટ્રોલ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી પર રિવાબાએ કોઈ જવાબ ન આપતા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરીને ટ્રોલ કરવામાં આવ્યા છે. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું હતું કે 'આપણઆ વીર પુરૂષોને મહાપુરૂષોને વંદન પરંતુ ભાજપના નેતા રૂપાલાએ આપણા આવા મહાપુરૂષોનું અપમાન કર્યું છે એ પણ યાદ રાખજો અને એની ટિકિટ રદ નહીં થાય તો બેન આવનાર ભવિષ્યમાં ભાજપનો ક્ષત્રિય સમાજ સંપૂર્ણપણે બહિષ્કાર કરશે. આ વાત અમારી ઉપર સુધી પહોંચાડી દેજો.'

ટોપીની આડમાં કેસરિયા ભૂલી ગયા છો

અન્ય એક યુઝર્સે કોમેન્ટ કરતા લખ્યુ હતું કે, 'માફ કરજો બેનબા આપની બઉં ઇજ્જત કરૂં છું પણ આ પોસ્ટ તમને નથી શોભતી આજે રાજપૂતાણીઓ વિશે સહન ના કરી શકાય એવી ટીપ્પણી કરી છે. આમ તો તમે બઉં રાજપૂતોના સંસ્કાર દેખાડતા ફરો છો પણ આજે તમે કેસરી ટોપીની આડમાં કેસરિયા ભૂલી ગયા છો. રાજપૂત નથી રહ્યાં ભાજપૂત બની ગયા છો. અમારે બેન સામે આવું બોલવું સારૂ નથી લાગતું પણ તમારૂં આ વર્તન એક રાજપૂતાણીના હિસાબે સારૂ નથી.' ઉલ્લેખનીય છે કે એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપ પણ આ મામલે પીછેહઠ કરવા તૈયાર નથી અને તેણે રૂપાલાને પ્રચાર શરૂ કરવાની પરવાનગી પણ આપી દીધી છે.


Google NewsGoogle News