Get The App

VIDEO: રવિન્દ્ર જાડેજાના પિતાના ઈન્ટરવ્યૂ વિશે સવાલ પૂછતા રિવાબાએ જુઓ શું પ્રતિક્રિયા આપી

મીડિયા ઈન્ટરવ્યૂમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પુત્ર રવિન્દ્ર અને પુત્રવધુ રિવાબા પર ગંભીર આરોપ લગાવ્યા હતા

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
VIDEO: રવિન્દ્ર જાડેજાના પિતાના ઈન્ટરવ્યૂ વિશે સવાલ પૂછતા રિવાબાએ જુઓ શું પ્રતિક્રિયા આપી 1 - image


Ravindra Jadeja Family Controversy: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિખવાદ ફરી એક વખત ચર્ચામાં છે. પિતા અનિરુદ્ધસિંહના ઈન્ટરવ્યૂ પર જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. હવે જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાને સસરાના ઈન્ટરવ્યૂ અંગે સવાલ પૂછતા ભડક્યા હતા, રિવાબાએ કહ્યું કે,'આજનો આ માહોલ, આપણે શેના માટે એકત્રિત થયા છીએ. એના માટે મારો વ્યક્તિગત સંપર્ક કરી શકો છો.'

મારી પાસે પણ કહેવા માટે ઘણું છે: રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ગુજરાતીમાં પોસ્ટ કરીને લખ્યું, "વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારૂ છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.."

રવિન્દ્ર ઘણો બદલાઈ ગયો છે, પત્નીએ જાદુ કરી દીધો : પિતા અનિરુદ્ધસિંહ

ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ ઈન્ટરવ્યૂમાં અનેક ખુલાસા કર્યા હતા અને તેમણે પુત્રવધુ રિવાબા પર આરોપ લગાવી કહ્યું હતું કે, "તેણે રવિન્દ્ર પર શું જાદુ કરી દીધો છે ખબર નથી. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, તેને મેં ક્રિકેટર બનાવ્યો ન હોત કે તેને પરણાવ્યો ન હોત તો સારું હોત."


Google NewsGoogle News