વેરાવળમાં વરસાદી પાણીના ખાડામાં 2 યુવક ડૂબી જતાં જનાક્રોશ, ધરણા
પાલિકા શાસકોનાં પાપે 2 મિત્રોએ જીવ ગુમાવ્યા નગરપતિ, ચિફ ઓફિસર, સાંસદ, ધારાસભ્યની હાય..હાય..ના નારા, કલેક્ટરે કેનાલ બનાવવા ખાતરી આપ્યા પછી જ મૃતદેહો સ્વીકારાયા
વેરાવળ, : વેરાવળ શહેરમાં છલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે એવામાં ઉપરવાસમાંથી પણ ભારે પાણી આવતા વોર્ડ નં.૫ અને 6માં 40થી વધારે સોસાયટીમાં રહેતા 50,000 લોકોનો આખો વિસ્તાર બેટ માં ફરવાઈ ગયો હતો. બપોરે બ યુવાન મિત્રો આ વિસ્તારમાં ચાલીને જતા હતા ત્યારે ખાડામાં લપસી જતા ભારે દેકારો મચી ગયો હતો. શોધખોળ બાદ બન્ને પાણીમાં ડૂબી જવાથી પામેલી હાલતમાં મળી આવતાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવથી મુસ્લીમ સમાજના આગેવાનો તથા 10,000થી વધારે લોકો સિવિલ હોસ્પિટલે એકત્ર થઈ ગયા હતા અને પી.એમ રૂમ પાસે ધરણા ઉપર બેસી ગયા જતાં વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોએ રોષભેર સાંસદ, ધારાસભ્ય, ચીફ ઓફીસર, પ્રમુખની હાય..હાય..ના નારા લગાવ્યા હતા. અંતે, જિલ્લા કલેકટરે કેનાલ બનાવવાની ખાત્રી આપી એ પછી જ બન્ને યુવાનોના મૃતદેહ સંભાળવામાં આવ્યા હતા.
તા. 20 ના સાંજે 6 વાગ્યાથી આજે સાંજ સુધી સાડા આઠ ઈચ વરસાદ પડી જતાં વોર્ડ નં. 5 અને 6માં જ્યાં વિશેષ મુસ્લીમ વસ્તીવાળી 40 થી વધારે સોસાયટીઓ છે તે આખો વિસ્તાર બેટમાં ફેરવાય ગયેલ હતો. બપોરે બે વાગ્યા દરમ્યાન મહેક સ્કુલ પાસેથી સાઈગરા સોસાયટી તરફ સાઈગરા કોલોની વાળા દાનેશ ગફાર ખેબર (ઉ.વ. 18) અને અરફાઝ અમીન પજા (ઉ.વ. 18) ગોઠણડૂબ પાણીમાં ચાલીને જતા હતા ત્યારે મોટા ખાડામાં પગ લપસી ગયેલ હતો. આ સમયે તેજ પાણીમાં અનેક લોકો હતા તેમણે દેકારો બોલાવી દીધેલ હતો જેથી ટોળાઓ ભેગા થઈ ગયેલ હતા. સ્થાનીકોએ શોધખોળ આદરી એવામાં ફાયર બ્રિગેડ, NDRFની ટીમ આવી ગઈ હતી. ડુબી ગયેલ બંન્ને યુવાનોને બહાર કાઢી તાત્કાલીક સિવીલ હોસ્પીટલમાં લઈ જતા બન્નેને મૃત જાહેર કરાયા હતા. આ બનાવની જાણ થતા મુસ્લીમ સમાજના આગેવાનો 10,00 થી વધારે લોકો તેમજ આગવાનો સીવીલ હોસ્પીટલે પહોચી ગયેલ હતા અને જયાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડતા વાતાવરણ તંગ બનેલ હતું. 4 કલાક સુધી સાંસદ, કોગ્રેસ ના ધારાસભ્ય વિમલ ચુડાસમા ,નગરપાલિકા પ્રમુખ,ચીફ ઓફીસર, ચેરમેન તથા સતાધારી પક્ષ ના જવાબદારો સામે હાય..હાય..ના નારાઓ લાગવા લાગેલ હતા.
જવાબદારોએ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે, સોમનાથ વેરાવળ નગરપાલિકામાં ભેદભાવ રાખીને કામ કરવામાં આવશે તો જલદ આંદોલન કરવામાં આવશે. ' આ માનવ સર્જીત ઘટના છે, તંત્ર હત્યારૂ છે. વોર્ડ નં.૫ અને ૬ માં૫૦ હજાર થી વધારે લોકો વસે છે, દર વર્ષે પાણી ભરાય છે તે વિશે રજુઆતો કરા છે છતાં કોઈ કામગીરી થતી નથી. ઉપરવાસમાંથી પાણી આવતું હોવાથી અને સતત વરસાદ વરસતો હોવાથી કેનાલ બનાવવાની જીલ્લા કલેકટરે ખાતરી આપતા બન્ને મૃતદહ પરિવારે સંભાળેલ હતા