કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે રિક્ષા પલટી ગઇ
રિક્ષા ડ્રાઇવર અને ચાર મુસાફરો સહિત પાંચને ઇજા
વડોદરા,કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે આજે બપોરે સાડા ચાર વાગ્યે રિક્ષા પલટી જતા રિક્ષામાં બેસેલી બાળકી સહિત પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વારસિયા જોગણી માતા મંદિર સામે રહેતા તારાબેન શનાભાઇ દેવીપુજક,ઉં.વ.૫૦, દયાબેન રાજુભાઇ દેવીપુજક, ઉં.વ.૩૦, રાધિકાબેન નટુભાઇ દેવીપુજક, ઉં.વ.૧૬, તથા ૯ વર્ષનો અનમોલ રિક્ષામાં બેસીને જતા હતા. તે દરમિયાન બપોરે સાડા ચાર વાગ્યે કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામે રિક્ષા પલટી જતા તેઓને ઇજા થઇ હતી. ઉપરોક્ત ચાર મુસાફરો તથા રિક્ષા ડ્રાઇવર જગદીશભાઇ ગોવિંદભાઇ પરમાર, ઉં.વ.૫૯ ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.