Get The App

સાવધાન! રાજકોટમાં નિવૃત્ત બેંક કર્મચારીને 15 દિવસ સુધી કર્યા ડિજિટલ એરેસ્ટ, 56 લાખ રૂપિયા પડાવ્યા

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
Digital Arrest


Digital Arrest Incident In Rajkot : ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટનો સિલસિલો યથાવત છે, ત્યારે રાજ્યમાં છેલ્લા બે દિવસમાં રાજકોટ અને ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટની ઘટનામાં 71 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 56 લાખ અને ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટમાં 15 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં છે. 

નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરીને 56 લાખ પડાવ્યાં

રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને 'તમારું અરેસ્ટ વોરન્ટ કાઢ્યું છે' તેમ કહીને આરોપીએ ડિજિટલ એરેસ્ટને અંજામ આપીને 56 લાખ રૂપિયા પડાવી પાડ્યા હતા. સમગ્ર ઘટનામાં આરોપી નિવૃત બેંક મેનેજરને દર બે કલાકે વોટ્સએપના માધ્યમથી ફોટા મંગાવતો, આ પછી આરોપીએ થોડા થોડા કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘટનામાં મની લોન્ડરિંગનો ઉપયોગ થયો હોવાનું જણાય આવ્યું છે. 

આ પણ વાંચો : અયોધ્યા જતા ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસનો ગમખ્વાર અકસ્માત, 3નાં મોતની આશંકા, 50થી વધુ ઘાયલ

ડિજિટલ એરેસ્ટની ઘટનામાં આરોપી વ્યક્તિને ધરપકડનો ડર આપી અને પોતાના માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરે છે. આ દરમિયાન છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. જેમાં આરોપી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનનારા વ્યક્તિ પાસેથી કેસ ઉકેલવાના બદલામાં પૈસા પડાવીને છેતરપિંડી કરવામાં આવે છે.

જ્યારે સરકાર દ્વારા સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથે વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ સાથે સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પણ કાર્યરત છે. 


Google NewsGoogle News