Get The App

મેટોડામાં મોડી રાત્રે DJ વગાડવાની ના પાડતા નિવૃત્ત આર્મીમેન અને પુત્ર પર હુમલો

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
મેટોડામાં મોડી રાત્રે DJ વગાડવાની ના પાડતા નિવૃત્ત આર્મીમેન અને પુત્ર પર હુમલો 1 - image


શેરીમાં પડેલી 3 ફોરવ્હીલમાં પણ તોડફોડ કરાઈ મકાન ઉપર પથ્થરમારો કરી તલવારને ધોકા વડે હુમલો કરી આતંક મચાવનાર 5 શખ્સો સામે  ગુનો નોંધાયો

રાજકોટ, : મેટોડા જીઆઈડીસી ગેટ નંબર-2 સામે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મીમેન રાજાભાઈ બાવનજીભાઈ રાઠોડ (ઉ.વ. 59) તેમના પત્નિ જયશ્રીબેન અને પુત્ર અમિત ઉપર તે જ વિસ્તારમાં રહેતા અવિનાશ દાસ, ધવલ, કેવલ, ભરત રાઠોડ અને યાજ્ઞાીક જરવરીયા નામના શખ્સોએ ડી.જે. વગાડવાની ના પાડવાના મુદ્દે મકાન ઉપર પથ્થરમારો કરી ધોકા અને તલવાર વડે હુમલો કરી ઈજા કરી શેરીમાં પાર્ક ત્રણ વાહનોમાં તોડફોડ કર્યાની મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. 

રાજાભાઈએ પોલીસને જણાવ્યું કે, ગઈકાલે રાત્રે તે પરિવારજનો સાથે ઘરે હતા ત્યારે સોસાયટીમાં રાત્રે સવા બારેક વાગ્યે ડી.જે. વાગતું હોવાથી બહાર નિકળીને જોતા આરોપી અવિનાશ,યાજ્ઞાીક અને ભરત સહિતનાં ડી.જે. વગાડવા સાથે ડાન્સ કરતા હતાં. જેથી તેણે આરોપીને ડી.જે. બંધ કરી દેવાનું કહેતા ઉશ્કેરાયેલા અવિનાશે તેને ડી.જે. બંધ નહી થાય, થાય તે કરી લો, કહી ગાળો આપી હતી. જેને લઈ તે પરત ઘરમાં જતા રહ્યાં હતાં. 

થોડીવાર બાદ આરોપીઓએ તેના ઘરની સામે ધસી જઈ ઘર ઉપર પથ્થરમારો ચાલુ કર્યો હતો. આથી તેણે બહાર નીકળી આરોપીને સમજાવતા હાથમાં ધોકા સાથે ઉભેલા કેવલે એક ઘા તેને પેટનાં ભાગે ઝીંકી દીધો હતો. આ સમયે તેના પત્ની જયશ્રીબેન વચ્ચે પડતા તેને પણ ઈજા થઈ હતી. તેનો પુત્ર અમીતે પણ આવી આરોપીઓને માથાકુટ નહી કરવા સમજાવતા સ્કુટર તલવાર પર ધસી આવેલા યાજ્ઞાીકે હુમલો કર્યો હતો. પથ્થરમારામાં તેના સાત દાત તુટી ગયા હતાં. અમીતને પણ ઈજા થઈ હતી. જો કે તેને સારવાર લીધી ન હતી.  જતા જતા આરોપીઓએ તેનો ફોન ઉપરાંત શેરીમાં પાર્ક ત્રણ ફોરવ્હીલમાં પણ નુકશાની કરી હતી. આ હુમલામાં ઘવાયેલા રાજાભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે અવિનાશ પણ હુમલાના આક્ષેપ સાથે દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી.  આરોપી અવિનાશના દિકરાનો જન્મ દિવસ હોવાથી તે શેરીમાં મોટેથી મોડી રાત્રે ડી.જે. વગાડતા હોય તેને ના પાડવાનાં મુદ્દે મારામારી થઈ હતી.

Tags :