Get The App

કોંગ્રેસના ગઢમાં ભાજપે 10 બેઠકો જીતી, અપક્ષોનો દબદબો: જુઓ આણંદની ત્રણેય નગરપાલિકાના પરિણામ

Updated: Feb 18th, 2025

GS TEAM


Google News
Google News
કોંગ્રેસના ગઢમાં ભાજપે 10 બેઠકો જીતી, અપક્ષોનો દબદબો: જુઓ આણંદની ત્રણેય નગરપાલિકાના પરિણામ 1 - image


Gujarat Local Body Result 2025: આણંદની બોરીયાવી, આંકલાવ અને ઓડ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ઓડની 24માંથી 24 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ત્યારે કોંગ્રેસના ગઢ આંકલાવમાં પાલિકાની ચૂંટણીમાં 24માંથી 10 બેઠકો પર ભાજપ અને 14 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. કોંગ્રેસે મેન્ડેડ આપવાનું ટાળી અપક્ષ ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. જીતેલા અપક્ષ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત 10 ઉમેદવારો જીત્યા છે.

બોરીયાવીની 24 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપની જીત

બોરીયાવી પાલિકાની 24 બેઠકો પરથી 15 બેઠક ભાજપ, 6 પર કોંગ્રેસ અને 3 પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. ઉમરેઠ પાલિકાના વોર્ડ નંબર 4ની 1 બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

આ પણ વાંચો: કચ્છમાં ભચાઉની તમામ બેઠકો પર કમળ ખીલ્યું, રાપરમાં પણ ભાજપની જીત


ઉલ્લેખનીય છે કે, ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ, બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા -ઉમરેઠ ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ, આંકલાવ ખાતે અને ખંભાત તાલુકા પંચાયત 24- ઉંદેલ - 2, પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી, ખંભાત ખાતે યોજાઇ હતી.

બોરીયાવી નગરપાલિકામાં 79.53 ટકા, આંકલાવમાં 79.35 ટકા અને ઓડમાં 67 ટકા મતદાન થયું હતું. તેમજ ઉમરેઠ નગરપાલિકાની પેટી ચૂંટણી માટે 53.75 ટકા મતદાન થયું છે.

કોંગ્રેસના ગઢમાં ભાજપે 10 બેઠકો જીતી, અપક્ષોનો દબદબો: જુઓ આણંદની ત્રણેય નગરપાલિકાના પરિણામ 2 - image



Tags :