સૈનિકોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે સમગ્ર દેશમાં શાંતિ પ્રવર્તી રહી છે
INS વાલસુરા ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ વોર મેમોરિયલ પર શહીદોને શ્રધ્ધાંજલિ અપતઃ તાલીમ પૂર્ણ કરનાર 445 અગ્નિવીરોને પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સત્યનું આચરણ કરવા અને રાષ્ટ્રધર્મનું પાલન કરવા શીખ
જામનગર, : જામનગરના આઈ.એન.એસ. વાલસુરા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સૈનિકોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે સમગ્ર દેશમાં આજે શાંતિ પ્રવર્તી રહી છે. કુદરતી આફત હોય કે આપાત્કાલિન સ્થિતિ ભારતીય સેના સદાય દેશ સેવામાં તત્પર રહે છે. આ તકે કેડેટ્સ દ્વારા યોજાયેલ ભવ્ય પરેડનું રાજયપાલ અને અન્ય મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વાલસુરામાં નાવીન્ય, ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રાકૃતિક વાતાવરણમાં દેશ માટે બહાદુર વીરો તૈયાર થયા છે. તાલીમ દરમિયાન શ્રે પ્રદર્શન કરનાર ત્રણ અગ્નિવીરો પૈકી બે દીકરીઓનું સમ્માન થયું છે. આ દીકરીઓએ ભારતીય નારીના ગૌરવમાં વધારો કર્યો છે. નૌસેના દેશનું ગૌરવ અને રાષ્ટ્રનું સમ્માન છે. કુદરતી આફત હોય કે આપાત્કાલિન સ્થિતિ ભારતીય સેના સદાય દેશ સેવામાં તત્પર રહે છે.નૌસેનાનું રાષ્ટ્ર અને સમાજમાં મહત્વનું યોગદાન છે. દેશ માટે બલિદાન આપવાની ભાવનાથી સેનાની ત્રણેય પાંખો દેશના નાગરિકોનું રક્ષણ કરી રહી છે. સૈનિકોના ત્યાગ, તપસ્યા અને બલિદાનના પરિણામે સમગ્ર દેશમાં આજે શાંતિ પ્રવર્તી રહી છે.
રાજ્યપાલશ્રીએ અગ્નિવીરોને ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે,જે અગ્નિવીરો દેશની રક્ષા અર્થે જઈ રહ્યા છે તેઓને પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સત્યનું આચરણ કરવા, રાષ્ટ્રધર્મનું પાલન કરવા, માતાપિતા તથા ગુરૂ પ્રત્યે આદરભાવ કેળવવા શીખ આપી હતી. આ તકે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 3 અગ્નિવીરોને રાજયપાલશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા.
વાલસુરા વાર મેમોરિયલ પર રાજ્યપાલએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આઈ.એન.એસ. વાલસુરા ખાતે અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરેલ 68 મહિલા કેડેટ્સ, 38 ભારતીય કોસ્ટ ગાર્ડ સહિત 445 કેડેટ્સનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જ્યાં કેડેટ્સ દ્વારા યોજાયેલ ભવ્ય પરેડનું રાજયપાલ અને અન્ય મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે કોમોડોર શ્રી એ.પુરણકુમાર, એર કોમોડોર પુનિત વિગ, કર્નલ કુશલસિંહ રાજાવત, જિલ્લા કલેકટર બી.કે.પંડયા, પોલીસ અધિક્ષકપ્રેમસુખ ડેલુ, સહિત આર્મી, નેવી તથા એરફોર્સના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.