Get The App

વડોદરાથી પાદરા જતા વરસાદી કાંસ પર રેસ્ટોરન્ટ લારી ગલ્લાના ઠેરઠેર ગેરકાયદે દબાણો

- સમલાયા ગામના ગ્રામજનોએ વરસાદી કાંસમાં માટીપુરાણ કરી દઈ હોબાળો મચાવ્યો હતો

Updated: Nov 17th, 2021


Google NewsGoogle News
વડોદરાથી પાદરા જતા વરસાદી કાંસ પર રેસ્ટોરન્ટ લારી ગલ્લાના ઠેરઠેર ગેરકાયદે દબાણો 1 - image


વડોદરા, તા. 17 નવેમ્બર 2021 બુધવાર

વડોદરા શહેરના ભાયલી અટલાદરા વિસ્તારમાંથી પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામ સુધી જતા વરસાદી કાંસ મા બિલ્ડરોએ ડ્રેનેજ કનેકશન જોડી દેતા ગંદુ પાણી સમલાયા ગામના શાળાઓમાં જતું હોવાના કારણે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ તપાસ કરતા સમગ્ર વરસાદી કાંસ ઉપર ઠેરઠેર રેસ્ટોરન્ટ મકાનો તથા લારી ગલ્લાના ગેરકાયદે દબાણો થઈ ગયા છે તે હટાવવાની કામગીરી થતી નથી.

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારનું વરસાદી પાણી બાન્કો કાંસ થઈ અટલાદરા ભાઈની વિસ્તાર ની સોસાયટીઓ નું પાણી ચેક પાદરા તાલુકાના સોખડા ખુર્દ ગામ સુધી જાય છે આ વરસાદી કાંસમાં અગાઉ ના વર્ષોમાં માત્ર વરસાદી પાણી જ જતું હતું પરંતુ વહીવટી તંત્રની ઇસ કાળજીને કારણે ભાઈની અટલાદરા વિસ્તારની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં ના ડ્રેનેજ કનેક્શનનો પાદરા સુધી જતા વરસાદી કાંસમાં જોડી દેવામાં આવ્યા છે. જેથી વરસાદી કાસ ગટરગંગા બની ગયો છે.

વડોદરા થી પાદરા તાલુકાના સોખડા ખૂદ ગામ સુધી પસાર થતા વરસાદી કાંસ માં ડ્રેનેજ કનેક્ટ સોનુ જોડી દેવાને કારણે તાજેતરમાં સમીયાલા ગામ તળાવમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠલવાતું હોવાને કારણે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો અને સમિયાલા ગામ ની પહેલા વરસાદી કાંસ ઉપર માટી પુરાણ કરી પાળો બાંધી દીધો હતો અને તેને કારણે ડ્રેનેજનું ગંદુ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું હતું આ માટી પુરાણ કર્યું હતું તે હટાવવા માટે કોર્પોરેશનના તંત્રે કાર્યવાહી પણ હાથ ધરી હતી ત્યારે ગ્રામજનોએ વિરોધ કરીને કામગીરી અટકાવી દીધી હતી.

પશ્ચિમ વિસ્તારના અટલાદરા ભાયલી નું વરસાદી પાણી અને હવે વરસાદી ગટરમાં ઠલવાતું ડ્રેનેજનું ગંદુ પાણી જે સોખડા ખુર્દ સુધી વરસાદી કાંસ દ્વારા જતું હતું તે અટકી ગયું છે ત્યારે આ વરસાદી કાંસ ઉપર ઠેરઠેર ગેરકાયદે દબાણો થઈ ગયા છે. ભાયલી અટલાદરા થી પાદરા સુધી જતા વરસાદી કાંસ ઉપર પી.ડબ્લ્યુ.ડી વિભાગ દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે પણ કેટલોક ભાગ પુરાણ કરી દેવામાં આવ્યો હતો.

આ વરસાદી કાંસ ઉપર પી.ડબ્લ્યુ.ડી રોડની બાજુમાં જ વરસાદી કાંસ ઉપર એક કાઠીયાવાડી અને એક વેજ નોનવેજ રેસ્ટોરન્ટ બંધાઈ ગયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ વરસાદી કાંસ ઉપર જ લારી-ગલ્લા પણ મુકવામાં આવ્યા છે ત્યારે આ ગેરકાયદે દબાણો થઈ જવાને કારણે વરસાદી પાણીનો પ્રવાહ અટકી જતો હોય છે તેમ છતાં જિલ્લા કલેકટર ઉડા કે પીડબલ્યુડી વિભાગ આ ગેરકાયદેસર બાંધકામો તોડવાની તસ્દી પણ લેતા નથી.


Google NewsGoogle News