Get The App

કેવડિયા દૂધ મંડળીમાં નોમીનલ સભાસદનું બિલ અટકાવવા ઠરાવ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
કેવડિયા દૂધ મંડળીમાં નોમીનલ સભાસદનું બિલ અટકાવવા ઠરાવ 1 - image


11 પૈકી 7 સભ્યોની બહુમતિથી 14 લાખનું બિલ અટકાવ્યું

દહેગામ તાલુકાના આસપાસના વિસ્તારમાંથી દૂધ લાવી મંડળીમાં શંકાસ્પદ દૂધ ભરતો હોવાનો આક્ષેપ

કપડવંજ: કપડવંજ તાલુકાના કેવડિયા દૂધ ઉત્પાદન મંડળીમાં શંકાસ્પદ દૂધના આક્ષેપ સાથે નોમીનલ સભાસદનું રૂા. ૧૪ લાખનું બિલ કમિટીએ બહુમતીથી ઠરાવ કરી અટકાવ્યું છે. ત્યારે દહેગામ તાલુકાના વિસ્તારમાંથી દૂધ ભરતો હોવાનો આક્ષેપ સેક્રેટરી કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ કરાય તો ઘણા રહસ્યો બહાર આવવાની આશંકા છે.

કપડવંજ તાલુકાના કેવડિયા દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી સચીનભાઈ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના ગંગાશરણના વડવાઓ ૪૦ વર્ષથી કેવડિયામાં દૂધનો ધંધો કરતા હોવાથી દીકરા રાજેન્દ્ર ગંગાશરણને કેવડિયા દૂધ મંડળીમાં નોમીનલ સભાસદ બનાવ્યો હતો. દિવાળી પહેલા તે મંડળીમાં અંદાજે ૭૦થી ૮૦ લિટર દૂધ ભરતા બાદમાં તા. ૨૦-૧૧-૨૦૨૪થી ૧૮૦૦થી ૨,૦૦૦ લિટર દૂધ ભરવા લાગ્યા હતા. અમૂલમાંથી ૨૮-૧૨-૨૦૨૪એ લેબોરેટરી વાન આવી તે દિવસની સાંજે રાજેન્દ્ર ગંગાશરણનો ૧૩૦૦થી ૧૪૦૦ લિટર દૂધનો જથ્થો મંડળીમાં આવ્યો ન હતો. જેથી તે દિવસથી શંકાસ્પદ લાગતા રાજેન્દ્રને ના કહી દૂધ લેવાનું બંધ કરી દીધું હતું. તા. ૨૦-૧૧-૨૦૨૪થી રાજેન્દ્ર દ્વારા ભરાયેલા દૂધ અને બોનસ મળી રૂા. ૧૪ લાખનું બિલ મંડળીના ૧૧ કમિટી સભ્યો પૈકી ૭ સભ્યોની સહીથી બહુમતીના ઠરાવથી અકટકાવી દીધું હતું. દહેગામ તાલુકાના આસપાસના વિસ્તારોમાંથી દૂધ લાવી મંડળીમાં ભરાતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. જો કે, હજી સુધી શંકાસ્પદ દૂધમાં ભેળસેળના કોઈ પુરાવા નહીં મળ્યાનું પણ તેઓ કહી રહ્યા છે. 

કેવડિયા દૂધ મંડળીના ચેરમેન વિષ્ણુભાઈ શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે, તા. ૧૩-૧૨-૨૦૨૪ હું દ્વારકા ફરા ગયો હતો. મારી ગેરહાજરીમાં વાઈસ ચેરમેન ચાર્જમાં હતા. હું કેવડિયામાં હતો ત્યારે ૭૦૦ લિટર દૂધ આવતું હતું. આ અંગે મને વધુ જાણ નથી. 


Google NewsGoogle News