Get The App

કલોલ પાલિકામાં લાફાકાંડના પડઘા પડ્યા, સ્ટેન્ડીંગ ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટરોના રાજીનામા

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
કલોલ પાલિકામાં લાફાકાંડના પડઘા પડ્યા, સ્ટેન્ડીંગ ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટરોના રાજીનામા 1 - image


Kalol Standing Committee Chairman Resign : ગત અઠવાડિયે કલોલ નગરપાલિકામાં રિ ટેન્ડરિંગના મુદ્દે હોબાળો એટલી હદે વધી ગયો હતો કે છેક મારામારી સુધી પહોંચી ગયો હતો. અઠવાડિયા બાદ આજે તેના પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિત ભાજપના 11 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દેતાં હડકંપ મચી જવા પામ્યો છે. ગત અઠવાડિયે થયેલી મારામારીનો કોઇ સુખદ નિવેડો ન આવતાં અવળું રિએક્શન જોવા મળ્યું છે અને રાજીનામાનો દૌર શરૂ થઇ ગયો છે. 

મારામારીની ઘટના પાસે આ સમગ્ર મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો પરંતુ કોઇ નિવેડો ન આવતાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રકાશ વરગડે સહિત 11 કોર્પોરેટરોએ તેમના સમર્થનમાં રાજીનામા ધરી દીધા હતા. 

આ પણ વાંચો : વડોદરા પૂરગ્રસ્તોને સહાય મજાક સમાન, નથી થયો યોગ્ય સરવે, મૃતકો-ઘરવખરી માટે વળતર કેમ નહીં? : કોંગ્રેસ

શું હતી ઘટના? 

ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતાં. કલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતાં.

વિવાદ મારામારી સુધી પહોંચ્યો ત્યારે હાજર લોકો જાણે પોતાનું ભાન ભૂલ્યા હોય તેમ ખુરશી માથે લઈ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, પ્રજા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે ફરીથી ટેન્ડરિંગની પ્રક્રિયા કરીને સમય વેડફવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News