લિફ્ટ અને મેન્ટેનન્સ મુદ્દે રહીશોનો બિલ્ડરના ઘરે હોબાળા બાદ મારામારી, બિલ્ડર પત્નીએ હુમલાની ફરિયાદ નોંધાવી
Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા બિલ્ડર દંપતી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બિલ્ડરની પત્ની નુપુર સારોલીયાની રજૂઆત મુજબ, તેમના પતિ કુશલ સારોલીયા અને સસરા યોગેશ સારોલીયા દ્વારા છાણી સમા 30 મીટર કેનાલ રોડ પર ગેલેક્સી 77 નામની સ્કીમ ઉભી કરવામાં આવી છે. જેના મેન્ટેનન્સનો વહીવટ દોઢ વર્ષ અગાઉ સ્થાનિક રહીશોને સોંપી દીધો છે.
14મી નવેમ્બરના રોજ રાત્રિના 10:30 કલાકે 20 જેટલા ફ્લેટના રહીશોએ તેમના ઘરે આવી લિફ્ટ અને મેન્ટેનન્સ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. સાસુ સસરા આ સમયે ઘરે એકલા હોય અને આ બાબતની જાણ થતા તેઓ પતિ સાથે તુરંત ઘરે દોડી ગયા હતા. જ્યાં મેહુલ પટેલ, અનિલ આહીરે, વિનય પટેલ ,જૈમીન પાઠક નામના સભ્યોએ તેમની તથા તેમના પતિ સાથે મારામારી કરી હતી. તેમને છાતીના તથા પેટના ભાગે માર માર્યો હતો. અને અડપલા કર્યા હતા મેહુલ અને અનિલ નશામાં જણાતા હતા. દરમિયાન ધમકી આપી હતી કે, તારા પતિને સમજાવી દેજે નહીંતર અમે બાકી રહેલા ફ્લેટ અથવા દુકાન વેચવા દઈશું નહિ. બે મહિના અગાઉ ફરિયાદીને છ મહિનાથી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી આ ઘટના બાદ હોસ્પિટલની દોડધામ શરૂ થઈ ગઈ છે. ઘરે આવી માનસિક અને શારીરિક રીતે શોષણ કર્યું હોવાથી બિલ્ડર પત્ની દ્વારા ફરિયાદ ફતેગંજ પોલીસમાં દાખલ કરવામાં આવી છે.