વડોદરાના ડભોઇ રોડ પર કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે લિફ્ટમાં ફસાયેલા શખ્સનું રેસ્ક્યુ
image : Social media
Vadodara : વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં લિફ્ટમાં ફસાયેલા એક શખ્સનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ડભોઇ રોડના સમૃદ્ધિ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે એક વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ગણતરીની મિનિટોમાં જ ફસાયેલી વ્યક્તિ બહાર કાઢવામાં આવી હતી.
નોંધનીય છે કે એક સપ્તાહ પહેલા તાંદલજા સન ફાર્મા રોડ ઉપર એક એપાર્ટમેન્ટમાં લિફ્ટ ખોટકાતા ફસાયેલા માતા પુત્રને બહાર કાઢવા લિફ્ટનો દરવાજો તોડવો પડ્યો હતો.