Get The App

જેતલપુર બ્રિજ નીચે બે રેસ્ટોરમાંથી બાળ મજૂરોનું રેસ્ક્યુ

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
જેતલપુર બ્રિજ નીચે બે રેસ્ટોરમાંથી બાળ મજૂરોનું રેસ્ક્યુ 1 - image


વડોદરા, તા. 01 નવેમ્બર 2023 બુધવાર

સયાજીગંજ વિસ્તારમાં રેસ્ટોરાંમાં બાળકોને રાખી તેમનું શોષણ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે પોલીસે બે સંચાલક સામે પોલીસ કેસ કર્યો હતો.       

જેતલપુર બ્રિજની નીચે ખાણીપીણીના સ્ટોલ ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ની ટીમે તપાસ કરતા લા જવાબ થવા ફ્રાય માંથી એક બાળ મજૂર મળી આવ્યો હતો. જેથી તેના સંચાલક ઇશરાયલ અજીમુદ્દીન શેખ (રહે રેસ્ટોરન્ટમાં મૂળ કિશન ગંજ યુપી) સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.

જ્યારે હોટ ચાઈનીઝ નામની રેસ્ટોરન્ટ માંથી પણ એક બાળમજૂર મળી આવતા તેના સંચાલક ઇમરાન ખાન ઉસ્માન ખાન પઠાણ (કાલુમીયાનો ભઠ્ઠો, સયાજીગંજ) સામે પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News