Get The App

વડોદરાના ચાપડ-તલસટ રોડ પર ફાર્મમાં આવી ગયેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
વડોદરાના ચાપડ-તલસટ રોડ પર ફાર્મમાં આવી ગયેલા મહાકાય અજગરનું રેસ્ક્યુ 1 - image


Python Rescue from Vadodara : વડોદરાના બિલ ચાપડ વિસ્તારમાં એક ફાર્મમાં આવી ગયેલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 

ચાપડ તલસટ રોડ ઉપર આવેલા કિરીટભાઈના ફાર્મમાં મજૂરો કામ કરી રહ્યા હતા તે દરમિયાન સાત થી આઠ ફૂટનો અજગર નજરે પડતા મજૂરો ગભરાઈ ગયા હતા. 

બનાવ અંગે જીવ દયા કાર્યકર જયેશ પટેલને જાણ કરાતા તેઓ ટીમ સાથે આવી ગયા હતા અને અડધો કલાકની જહેમત બાદ અજગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.


Google NewsGoogle News