વાસણારોડના બંગલામાં શોર્ટસર્કિટને કારણે આગ,પરિવારનો બચાવઃડભોઇરોડ પર ગોડાઉનમાં આગ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
વાસણારોડના બંગલામાં શોર્ટસર્કિટને કારણે આગ,પરિવારનો બચાવઃડભોઇરોડ પર ગોડાઉનમાં આગ 1 - image

વડોદરાઃ શહેરના જુદાજુદા બે વિસ્તારમાં આગ લાગવાના બે બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

વાસણારોડ પર એચએલ પાર્ટી પ્લોટની સામે વૈભવ બંગલામાં પહેલા માળે શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં એસી, ગાદલા,ફર્નિચર લપેટાયા હતા.પરિવારજનો બહાર નીકળી જતાં જાનહાનિ થઇ નહતી.  ફાયર બ્રિગેડે આગમાં ગરમ થઇ ગેયલા ત્રણ સિલિન્ડર જાનના જોખમે બહાર કાઢી લઇ ઠંડા કરતાં દુર્ઘટના ટળી હતી.

આગનો બીજો બનાવ ડભોઇ રોડ પર કિશાનનગર ખાતે બન્યો હતો.જેમાં સ્ક્રેપના ગોડાઉનમાં કોઇ કારણસર આગ લાગતાં પ્લાસ્ટિકની ચીજો સહિતનો સ્ક્રેપ લપેટાયો હતો.બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.


Google NewsGoogle News