Get The App

વડોદરા નજીક મારેઠા ગામમાં દેખાયો 12 ફૂટનો મહાકાય મગર, ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક મારેઠા ગામમાં દેખાયો 12 ફૂટનો મહાકાય મગર, ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ 1 - image


Crocodile in Vadodara : વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી મગર બહાર નીકળવાની ઘટનાઓ વધી રહી છે. આ દરમિયાન આજે મારેઠા ગામમાં આવી ગયેલા વજનદાર મગરનું રેસ્ક્યુ કરવામાં ફોરેસ્ટ વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

વડોદરા નજીક આવેલા મારેઠા ગામના રબારી વાસમાં 12 ફૂટનો મહાકાય મગર આવી જતા અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી. આ વખતે ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને ફોરેસ્ટ વિભાગને મદદરૂપ થઈ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું હતું. 

વડોદરા નજીક મારેઠા ગામમાં દેખાયો 12 ફૂટનો મહાકાય મગર, ભારે જહેમત બાદ કરાયું રેસ્ક્યુ 2 - image

મગરની આંખ પર મોટું કપડું નાખી દીધા બાદ તેને ચારે બાજુથી દોરડા વડે બાંધીને ખેંચીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. મગરને વડોદરાની ફોરેસ્ટ ઓફિસમાં લાવવામાં આવ્યો છે અને હવે સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.


Google NewsGoogle News