Get The App

વડોદરા પાસે હાંસાપુરા ગામના તળાવમાં વૃધ્ધાને ખેંચી જનાર 11ફૂટના મગરનું મધરાત બાદ રેસ્ક્યૂ

Updated: Mar 30th, 2025


Google News
Google News
વડોદરા પાસે હાંસાપુરા ગામના તળાવમાં  વૃધ્ધાને ખેંચી જનાર 11ફૂટના મગરનું મધરાત બાદ રેસ્ક્યૂ 1 - image

વડોદરાઃ વડોદરા નજીક હાંસાપુરા ગામના તળાવમાં વૃધ્ધાનો શિકાર કરનાર મહાકાય મગર આખરે પાંજરે પુરાઇ ગયો છે.

વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામે ત્રણ દિવસ પહેલાં જીવીબેન રાઠોડ નામની વૃધ્ધા બકરાંને પાણી પીવડાવવા તળાવે ગઇ હતી ત્યારે મગરે તેના  પર હુમલો કર્યો હતો.

બનાવને પગલે લોકો ભેગા થયા ત્યારે મગર વૃધ્ધાને જડબામાં પકડીને આંટા મારતો દેખાયો હતો.ત્રણ કલાક બાદ મગર પાસેથી મૃતદેહ છોડાવવામાં આવ્યો હતો.

ઉપરોક્ત બનાવ બાદ ફોરેસ્ટ વિભાગની ટીમે મગર પર વોચ રાખી હતી.ગઇ મધરાત બાદ મગર બહાર આવતાં હેમંત વઢવાણા અને જીવદયા કાર્યકરોએ ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.

નોંધનીય છે કે,વાઘોડિયા તાલુકામાં દેવનદી અને આસપાસના વિસ્તારોમાં મગરો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે.તાલુકામાં મગરો દ્વારા ગ્રામજનો પર હુમલાના અત્યાર સુધીમાં આઠ જેટલા બનાવો બન્યા છે.જેમાં ત્રણના મોત નીપજ્યાં છે.

Tags :