રેરા-ટ્રિબ્યુનલની કામગીરી હવે ઘરબેઠા થશે, રાજ્ય સરકારે લોન્ચ કર્યું વેબ પોર્ટલ
RERA Tribunal Web Portal Launched : કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન માટે ‘ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍન્ડ ડૅવલપમેન્ટ ઍક્ટ’ ઘડ્યો છે. જેની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે રેરા ટ્રિબ્યુનલની સ્થાપના કરી છે, ત્યારે રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઇન અને સરળ બનાવતાં યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ ઉપસ્થિતિ રહ્યા હતા. વેબસાઇટ લોન્ચ થતાં હવે હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી સકરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. આમ હવે વેબ પોર્ટલ લોન્ચ થતાં રેરા-ટ્રિબ્યુનલની કામગીરી હવે ઘરબેઠા ઉપલબ્ધ થશે.
રેરા-ટ્રિબ્યુનલની કામગીરી હવે ઘરબેઠા
રાજ્યના નાગરિકો માટે રેરા સંબંધિત સેવાઓ અને કામકાજમાં વધુ સુગમતા થાય તે માટે સરકાર દ્વારા રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને લઈને વેબ પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. એટલે હવે પક્ષકારો પોતાની અપીલ આ યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલ great.gujarat.gov.in પર કરી શકશે. એટલું જ નહીં, તે અંગેની ફી પણ ઓનલાઇન ભરી શકાશે. આ વેબ પોર્ટલમાં 17 જેટલી વિવિધ સેવા-કામગીરી ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે.
આ પણ વાંચો: કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલ: ગુજરાતના બે દિગ્ગજ નેતાઓની બાદબાકી
વિવિધ 17 સેવા-કામગીરી ડિજિટલ સ્વરૂપે
1. અપીલ ફાઇલિંગ અને નોંધણી
2. ફી અને ડિપોઝિટ વગેરેની ઓનલાઇન ચુકવણી
3. અપીલની ચકાસણી અને પ્રશ્નોનું સમાધાન
4. હદ-ગણતરી અને વિલંબિત માફી માટેની અરજી
5. ફાઇલિંગ માટે ઈ-મેઈલ અને SMS એલર્ટ્સ
6. સુનાવણીની તારીખ નક્કી કરવી અને પક્ષકારોને સુનાવણીની તારીખ વિશે ઓનલાઇન જાણ કરવી
7. સુનાવણી/ઓર્ડર વિશે SMS દ્વારા પક્ષકારોને ઓનલાઇન માહિતી
8. પુનઃસ્થાપન અને સમીક્ષા અરજી અને નોંધણી કરવી
9. દૈનિક યાદી
10. આગામી સુનાવણીની તારીખ/કાર્યવાહી માટે પક્ષકારોને ઈ-મેઈલ અને SMS સેવા
11. ચુકાદાની જાહેરાતની તારીખ માટે પક્ષકારોને ઈ-મેઈલ અને SMS સેવા
12. ચેતવણીની સૂચના
13. અરજી ભરવા માટે ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મ
14. પક્ષકારોને સુનાવણી અને સંદેશાવ્યવહાર માટે ઓનલાઇન સૂચના જારી કરવી (અંગ્રેજી અને ગુજરાતી સંસ્કરણ)
15. અપીલ ડેટા: વર્તમાન અપીલની વિગતો, અપીલની પેન્ડન્સી અને અપીલના નિકાલની વિગતો
16. ચાલુ સપ્તાહ, ચાલુ મહિનો અને ચાલુ વર્ષમાં અપીલની નોંધણી
17. ઓનલાઇન ચુકાદો/ઑર્ડર, વગેરે સેવાઓનો સમાવેશ