Get The App

RERA: નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગયેલા બિલ્ડર્સને દંડ કરાશે, એકાઉન્ટ ફ્રીઝ કરવાનું શરૂ

જવાબદાર બિલ્ડરો કે ડેવલપર્સ સામે રેરા એક્ટની કલમ પ્રમાણે નાણાંકીય દંડ કરવાના પગલાં લેવામાં આવશે

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
Construction Project


RERA Act Gujarat : કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ પૂરા થઈ ગયા હોય અને કોમ્પ્લાયન્સ રિપોર્ટ બાકી હોય તેવા બિલ્ડર્સ ડેવલપર્સના ખાતાઓ સ્થગિત કરી દેવા અંગે આગામી મિટિંગમાં વિચારણા કરવાનું સૂચન કરતો પત્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટેએ સ્ટેલ લેવલ બેન્કર્સ કમિટીને પાઠવ્યો અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ તે પત્ર બેન્કોને મોકલી આપતા એચડીએફસી બેન્કે તેની બેન્કમાંના બિલ્ડર્સ કે ડેવલપર્સના ખાતાઓ સીલ કરવાનું પગલું લીઘું છે.

રિયલ એસ્ટેટ રેગ્યુલ્ટરી ઓથોરીટીના ટોચના સૂત્રોનું કહેવું છે કે આ માત્ર મિટિંગમાં ચર્ચા કરવા માટેનું સૂચન હતું. પરંતુ એસએલબીસીએ તે પત્ર બેન્કને ફોરવર્ડ કરી દેતા એચડીએફસી અને અન્ય કેટલીક ઉત્સાહી બેન્કે ધડાધડ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવાનું પગલું લીઘું છે. 

રેરાના સૂત્રોનું કહેવું છે કે રેરાના નિયમ હેઠળ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા પછી બિલ્ડિંગ યુઝની પરવાનગી લીધી છે કે નહિ કે ડેવલપર્સે સોસાયટીના સભ્યોને તેમનો ચાર્જ સોંપ્યો કે નહિ કે પછી તેમને આપવાના થતાં નાણાં પરત આપ્યા કે નહિ તેની વિગતો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીને જાણ કરવાની હોય છે.

આ જાણકારી ન આપી હોવાથી તેમના કોમ્પ્લાયન્સ અઘૂરા હોવાનો નિર્દેશ મળી રહ્યો છે. તેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીએ આ કચાશ દૂર કરવા ડેવલપર્સ સામે પગલાં લેવાનું સૂચન કરી તે સૂચન અંગે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણા કરવાની દરખાસ્ત મૂકી હતી. 

પરિણામે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ આ સૂચન કરતો પત્ર જ બેન્કોને પાઠવી દેતા તેમણે બિલ્ડર્સ અને ડેવલપર્સના ખાતાઓ ફ્રીઝ કરવાનું ચાલુ કરી દીઘું હતું. પરિણામે બિલ્ડર-ડેવલપર્સ લોબીમાં ગભરાટ ફેલાઈ ગયો છે. વાસ્તવમાં બિલ્ડર્સે કોમ્પ્લાયન્સ કરી દીધા હોય કે મેળવી લીધા હોય પણ રેરાામં તેની જાણ કરવાની રહી ગઈ હોય તેવી પણ શક્યતા રહેલી છે.

આ સંજોગોમં જે તમામના ખાતાએ ફ્રીઝ કરાયા છે તે યોગ્ય છે કે નહિ તેની ખરાઈ કર્યા પછી જ તારણ પર આવી શકાય છે કે કેટલા ખાતાં ખરેખર ફ્રીઝ કરવાને પાત્ર છે. બીજું જે ખાતા ખરેખર ફ્રીઝ કરવાને પાત્ર હશે તે ખાતાને ફ્રીઝ કર્યા પછી રેરા એક્ટની કલમ ૫૯થી 6૪ની જોગવાઈઓ મુજબ નાણાંકીય દંડ કરવામાં આવશે.


Google NewsGoogle News