Get The App

શહેર-જિલ્લાની શૈક્ષણિક સંસ્થાનોમાં આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયું

Updated: Jan 28th, 2025


Google News
Google News
શહેર-જિલ્લાની શૈક્ષણિક સંસ્થાનોમાં આન-બાન-શાન સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવાયું 1 - image


- સામાજિક સંસ્થા અને સરકારી કચેરીઓ પણ દેશભક્તિના રંગે રંગાઇ

- ધ્વજવંદન સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સેવા થકી રાષ્ટ્રીય પર્વની ઠેર ઠેર ઉજવણી

ભાવનગર : ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત ભાવનગર, બોટાદ શહેર-જિલ્લાની વિવિધ સામાજિક, શૈક્ષણિક, સરકારી કચેરીઓ સહિત શાળા-મહાશાળામાં ધ્વજવંદન સાથે અનેકવિધ કાર્યક્રમ થકી લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા. ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતો પરની પ્રસ્તુતિ સહિત સમાજ સેવાના કાર્યો થયા હતા.

૭૬મી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર ભવનના યજમાન પદે ધ્વજારોહણ ઇનચાર્જ કુલપતિ દ્વારા કરાયું હતું. ભાવનગર રેલવે ડિવિઝનમાં ડિવિઝનલ મેનેજરે રેલવે સ્ટેડીયમ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. જ્યાં સ્કાઉટગાઇડના સભ્યો, સેન્ટ ઝોન એમબ્યુલન્સ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ પરેડની ઘાંખી કરાવી હતી. પી.એન.આર. સોસાયટી સંચાલિત નટરાજ કોલેજમાં ધ્વજવંદન સાથે દિવ્યાંગ બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. હલુરીયા ચોક ખાતે ગણતંત્ર પર્વે દેશભક્તિના ગીતો પર બાળકોએ નૃત્ય પ્રસ્તુતી કરી હતી. ભાવનગરના ગોલ્ડન ગૃપ સર ટી. હોસ્પિટલના સહકારથી બ્લડડોનેશન કેમ્પ યોજી ૩૦૭ બોટલ રક્ત એકત્ર કરી આ મહાપર્વની ઉજવણી કરી હતી. સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા સરદાર સ્મૃતિ પાસે વિ.હિ.પ., આર.એસ.એસ. તથા રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતમાતા પૂજન કાર્યક્રમ યોજાયો હતો. તો લોકભારથી સણોસરા ખાતે ધ્વજવંદન સાથે પર્યાવરણ જતન, સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે પ્રેઝન્ટેશન અપાયું હતું. જ્યારે ભાલની ભોમકા ધંધુકા ખાતે અમદાવાદ જિલ્લા કથાનું ૭૬મું પ્રજાસત્તાક પર્વ કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહિલા બાળ વિકાસના મંત્રીના હસ્તે ધ્વજવંતન કરાયું હતું. આ ઉપરાંત જિલ્લાના તળાજા તાલુકાના દાત્રડ ગામે આ દિવસે દાનની સરવાણી વહી હતી. સિહોર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી ભાવનગરને ટીબી મુક્ત કરવાના સંકલ્પ સાથે પીડીલાઇટ, હનુમંત હોસ્પિટલ મહુવા દ્વારા ૧૦૦ દિવસ એક્સરે વાન દ્વારા ફ્રિ સેવા આપવા બદલ સન્માનિત કરાયા હતા. જાફરાબાદના બાબરકોટ ગામે કરાયેલ, શહેરની ભાવસિહંજી પોલીટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં વૃક્ષારોપણ, નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે એસઓજીના એથ્લેટીક્સ કોેચે સલામી ઝોળી હતી અને એનએસએસ યુનિટનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત કોળીયાકની જે.કે. છોટાલાલ હાઇસ્કૂલ, જે.એ. સંઘવી હાઇસ્કુલ રાજુલા, ઘોઘા કસ્બા જમાત પ્રા.શાળા, મારૂતિ વિદ્યામંદિર, જ્ઞાાનગુરૂ વિદ્યાસંકુલ, મહુવાની બેલુર વિદ્યાલય, સરદાર પટેલ સંસ્થા, સ્વામિનારાયણ ગુરૂકુળ ચિત્રા તથા સરદારનગર બેલા લોકળાશા, ખડસલીયા મા.શાળા, વિરભદ્રસિંહ બાળ ક્રિડાંગણ તથા ભીમરાવ કેરિયર એકેડમી, ભાણીમા કન્યા છાત્રાલય, તણસા કુમાર-કન્યા શાળા, આર.જે.એચ. હાઇસ્કૂલ ઢસા, વિરસાવરકર પ્રા.શાળા નં.૮, અંધ ઉદ્યોગ શાળા, અંકુર મંદિરબુધ્ધિવાળા બાળકોની શાળા, તેજસ્વી સ્કુલ ખાતે આ રાષ્ટ્રીય પર્વની આન, બાન, શાન સાથે અનેક વિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાઇ હતી. તો તેજસ્વી સ્કુલમાં શિક્ષણ મંત્રી ધારાસભ્યોએ વિશેષ મુલાકાત લીધી હતી.

Tags :
Republic-Day-celebratedpomp-and-splendorinstitutions-of-the-city-and-district

Google News
Google News