જામનગરમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોનો ત્રાસ : રખડતાં ઢોરોને પકડવા કમિશ્નર, પશુપાલન અધિકારી અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત
Jamnagar Stray Cattle : જામનગર શહેરના આનંદ કોલોનીની શેરી નં.2માં રહેતા લોકો રઝળતા ઢોર અને કૂતરાના આતંકથી ત્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક સમયથી આનંદના શેરી નં.2માં 25 થી 40 જેટલા ઢોર તેમજ કૂતરાઓ શેરીમાં અડીંગો જમાવી રાખતા હોય છે. ઘણી વખત શેરીમાં આખલા યુધ્ધ થતાં રહેવાસીઓ અડફેટે પણ ચડતા હોય છે.
તાજેતરમાં આ શેરીમાં હડકાયા શ્ર્વાને 15 જેટલા લોકોને બટકા પણ ભરી લીધા હતા. આમ આખો દિવસ 25 થી 30 ઢોરના ટોળા શેરીમાં અડીંગો જમાવી રખડતા હોવાથી રહેવાસીઓને બહાર નિકળવવામાં પણ પારાવાર મુશ્કેલીઓની સાથે શેરીમાં આ ઢોરના મળ-મૂત્રથી ગંદકી પણ ફેલાતી હોય છે.
જેથી આ રખડતા ઢોરોના ત્રાસમાંથી મુકત કરવા લતાવાસીઓએ મ્યુનિસિપલ કમિશ્ર્નર, એસ્ટેટ અધિકારી પશુપાલનઅધિકારી, જિલ્લા પોલીસ વડા, સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી છે.