Get The App

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
Gujarat Rain


Leakage of corruption: સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડિંડોલી  શાળામાં 2024માં મે  મહિનામાં રિનોવેશન થયેલી કામગીરીમાં ભ્રષ્ટાચાર નું લીકેજ થઈ રહ્યું છે. બે મહિના પહેલા 2.10 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે પરંતુ પહેલા વરસાદમાં જ રિનોવેશન માટે ખર્ચેલા 2.10 કરોડ પાણીમાં  વહી ગયાં છે.

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા 2 - image

અધધ ખર્ચ છતાં બે મહિનામાં જ સમિતિની સ્કુલની બારી પાસેના સ્લેબમાંથી વરસાદી પાણી સુધી વર્ગખંડમાં પડી રહ્યું છે. વર્ગખંડમાં પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષકોને પણ મુશ્કેલી પડી રહી છે. 

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા 3 - image

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 960 કરોડથી વધુનું બજેટ છે પરંતુ સમિતિ માં ચાલતા ભ્રખ્ટાચારના કારણે આ પૈસાનો સદ્દઉપયોગ થતો નથી તેવા આક્ષેપ થઈ રહ્યો છે.  સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ડીંડોલી ગામતળમાં  કવિશ્રી સુરેશ દલાલ શાળા નંબર - 257 આવી છે. આ શાળાનું બાંધકામ 2015માં કરવામાં આવ્યું હતું.

પરંતુ શાળાના શિક્ષણનું સ્તર સારુ હોવા સાથે આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો વસવાટ કરતા હોવાથી શાળામાં સતત હાજરી વધી રહી છે. જેના કારણે હાલ મે મહિનામાં શાળાના ત્રીજા માળનું બાંધકામ કરવામા આવ્યું અને તેની સાથે વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન શેડ પણ બનાવવામાં આવ્યો છે. 

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા 4 - image

જોકે, સુરત પાલિકાએ બે મહિના પહેલા  રિનોવેશનની કામગીરી કરી તે કાગળ પર જ હોવાની ફરિયાદ ઉઠવા માંડી છે.  મે મહિનામાં  આ કામગીરી થઈ છે પરંતુ હાલમાં શાળાના પ્રથમ માળના 2 વર્ગખંડમાં બારી પાસેના સ્લેબમાંથી વરસાદનું પાણી પડે છે અને આખા વર્ગખંડો પાણીથી ભરાઈ રહ્યું છે.  શાળામાં બે પાળીના મળીને 1800 જેટલા બાળકો અભ્યાસ કરે છે, જેથી વર્ગખંડોની તીવ્ર ઘટ હોવાં છતાં ચોમાસા દરમિયાન આ વર્ગખંડમાં બાળકોને બેસાડી શકાતાં નથી.

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા 5 - image

આ પાણી વિદ્યાર્થીઓને ભણાવવા માટે બોર્ડ મુકવામા આવ્યું છે તેની આસપાસ પણ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થાય તો કોઈ નિર્દોષનો જીવ  પણ જઈ શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. જો પાલિકા તંત્ર જાગશે નહીં તો મોટી દુર્ઘટના થવાની શક્યતા છે.

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા 6 - image 

આવી જ હાલત શાળાના મધ્યાહન ભોજન શેડ પણ છે. જ્યાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવા માટે શેડ બનાવ્યો છે જેમાં વરસાદી પાણી પડતું  હોવાથી ખાબોચિયા ભરાઈ રહ્યાં છે અને તેનો ઉપયોગ પણ હાલ થઈ શકતો નથી.

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા 7 - image

આ ઉપરાંત આ પાણીના કારણે વિદ્યાર્થીઓ  પડી જાય તેવી પણ ભીતિ છે. શાળા દ્વારા શિક્ષણ સમિતિ અને લિંબાયત ઝોનમાં અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ તેનો કાયમી નિકાલ કરાતો ન હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભ્રષ્ટાચારનું લીકેજ: મે મહિનામાં સ્કૂલનું રીનોવેશન અને વરસાદમાં ક્લાસ પાણી જ પાણી, 2.10 કરોડ 'પાણીમાં' વહ્યા 8 - image


Google NewsGoogle News