સિવિલમાં પોસ્ટમોર્ટમ રૃમનું રિનોવેશન, અજાણ્યા મૃતદેહ સ્મીમેર ખસેડાયા

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
સિવિલમાં પોસ્ટમોર્ટમ રૃમનું રિનોવેશન, અજાણ્યા મૃતદેહ સ્મીમેર ખસેડાયા 1 - image


- સિવિલ અને સ્મીમેર વચ્ચે વાડકી વ્યવહાર

- અગાઉ સ્મીમેરમાં રિવોનેશન વેળા મૃતદેહોને નવી સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં ખસેડાયા હતા

સુરત :

નવી સિવિલ હોસ્પિટલ રીનોવેશન કામગીરી ચાલુ હોવાથી કેટલાક અજાણ્યા વ્યકિતના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેથી એવુ લાગે છે કે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ વચ્ચે વાડકી વ્યવહાર ચાલી રહ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ  સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૃમમાં શહેર સહિતના વિવિધ પોલીસ મથકના મૃતદેહ પોસ્ટમોર્ટમ કરાવવા માટે મુકવામાં આવે છે. એટલુ નહી પણ સિવિલમાં જે તે બિમારીની સારવાર દરમિયાન મોતને ભેટયા વ્યકિતના મોત થાય છે. જેમાં તે મૃત્યુ પામેલા વ્યકિતનું કોઇ પરિવાર કે સંબંધી નથી. એવા નોન  એમ.એલ.સી કેસના પણ મૃતદેહ પોસ્ટમોર્ટમ રૃમમાં રાખવામાં આવે છે. જોકે અગાઉ સિવિલના પોસ્ટમોર્ટમ રૃમમાં એ.સી અવારનવાર ખોટાઇ જતા કે ઉંદર મૃતદેહને કરડતા કે નાની મોટી તકલીફ પડી હતી. આ પ્રકારની તકલીફો નહી પડે તે માટે સિવિલ તંત્ર દ્રારા હાલમાં પોસ્ટમોર્ટમ રૃમમાં રીનોવેસનની કામગીરી શરૃ કરી છે. જોકે ત્યાં નવા એ.સી મુક્યા અને જરૃરી કામગીરી ચાલી રહી છે. જેથી સિવિલના પી.એમ રૃમમાં અંદાજીત ૨૦ મૃતદેહ મુકી સકાય,એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના લીધે સિવિલમાં જે તે પોલીસ મથકના હદમાં અજાણ્યા વ્યકિતના પોસ્ટમોર્ટમ થાય છે. અને અજાણ્યા વ્યકિતની ઓળખ થાય તે માટે પોલીસ દ્રારા તે મૃતદેહ ૬થી૮ દિવસ પી.એમ રૃમમાં રાખતા હોય છે. જેથી અજાણ્યા વ્યક્તિના મૃતદેહ જે તે પોલીસકર્મી દ્રારા સિવિલ માંથી સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં મુકવા જાય છે. નોધનીય છે કે, આગાઉ સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૃમમાં રીનોવેશની કામગીરી ચાલતી હતી. તે વખતે ત્યાંથી અજાણ્યા વ્યકિતના મૃતદેહને નવી સિવિલ ખાતે પી.એમ રૃમમાં મુકવા આવતા હતા. આવા સંજોગોમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ વચ્ચે જાણે વાડકી વ્યવહાર ચાલતો હોય એવુ લાગી રહ્યુ છે.


Google NewsGoogle News