માળીયા મિંયાણાના ચીખલી ગામની સીમમાં કતલ કરાયેલા ગૌવંશના અવશેષ મળ્યા
ગૌહત્યા પ્રકરણમાં સાતમો આરોપી ઝડપાયો, અન્ય છ જેલહવાલે
પોલીસ દ્વારા ગૌવંશના અવશેષો લઇને સાતમા આરોપીને રિમાન્ડ પર લેવાયો, ગૌવંશની ચોરી કરીને કતલ માટે રૃા. ૧૦૦૦થી રૃા. ૩૦૦૦માં વેચી દેતા હોવાની કબૂલાત
માળિયાના ખાખરેચી ગામે રહેતા જીલાભાઇ ભલુભાઈ શિયાર
(ઉ.વ.૪૫)એ આરોપી મુસ્તાક આમીન લઘાણી અને આમીન કરીમ લઘાણી (રહે. બંને ચીખલી)
વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેની માલિકીની ૨૦ગાયો અને બળદેવભાઇ મેવાડાની ૩૦
ગાયો આરોપીને પૈસા આપી રખેવાળ તરીકે ચરાવવા માટે આપી હતી. બાદમાં આરોપીઓને આપેલી
ગાયો પૈકી જલાભાઇની ૩ ગાયો અને બળદેવભાઇની ૧૧ સહિત કુલ ૧૪ ગાય પરત ના આપી બંને આરોપીએ વિશ્વાસઘાત કર્યો હતો. માળિયા
પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી.
જે આરોપી મુસ્તાક અમીન લધાણી અને આમીન કરીમ લધાણી (રહે બંને
ચીખલી)ને ઝડપી લીધા હતા અને સઘન પૂછપરછ કરતા પરત નહિ આપેલી ૧૪ માંથી ૧૩ ગાયો કતલ
માટે અન્ય આરોપીને વેચી નાખી હતી. જે આરોપીઓએ ગાયની કતલ કરી નાખ્યાનું ખુલ્યું
હતું જેથી માળિયા પોલીસે અન્ય આરોપી રમજાન હારૃન જામ (રહે જુના અંજીયાસર) અલાઉદીન
મુસા જામ, અબ્બાસ
મુસા મોવર અને સાઉદીન ઓસમાણ કાજેડીયા એમ છ આરોપીને ઝડપી લઈને બે દિવસના રિમાન્ડ
મેળવ્યા હતા. જે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરી જેલહવાલે
કરવામાં આવ્યા છે.
જે રિમાન્ડ દરમિયાન પોલીસે સીમ વિસ્તારમાંથી ગાયોના
મૃતદેહોના અવશેષો એકત્ર કરી કબજે લીધા હતા અને વધુ એક આરોપી આમીન રહીમ માણેકને
ઝડપી લેવામાં આવ્યો છે આમીન માણેક ગાયોની કતલ કરવામાં સાથે હતો જેને ઝડપી લઈને
કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજુર થયા છે ગાયને ૧૦૦૦ થી ૩૦૦૦
રૃપિયાના ભાવમાં વેચતા હોવાની આરોપીઓએ કબુલાત આપી હતી