વેરાવળ- તાલાલા રાજ્ય ધોરી માર્ગ પરથી ધાર્મિક દબાણો દૂર કરાયાં
અંદાજિત 8000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઇ : પ્રખ્યાત જમજીર ધોધની આસપાસનાં અનઅધિકૃત દબાણો દૂર કરી તંત્ર દ્વારા ખેતી અને બિનખેતીની રૂા. 6 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ
વેરાવળ, : વેરાવળ-તાલાલા રાજ્ય ધોરી માર્ગ પરથી ધામક દબાણો દૂર કરાયા હતા.નેશનલ હાઇવે પરની મસ્તાના બાબાની દરગાહ,જિલ્લા સેવા સદન પાસે મામાદેવ મંદિર,ઈણાજ પાટીયા પાસે રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાન મંદિર,ખોડીયાર માતાજી મઢ સહિતના ધામક દબાણો દુર કરી અંદાજીત ૮૦૦૦ ચો.ફુટની જગ્યા ખુલ્લી કરાવાઇ હતી.જ્યારેપ્રખ્યાત જમજીર ધોધની આસપાસના અનઅધિકૃત દબાણ દૂર કરી તંત્ર દ્વારા ખેતી અને બિનખેતની રૂ.૬ કરોડની જમીન ખુલ્લી કરાવાઈ હતી.
જિલ્લામાં મુખ્ય ટુરિસ્ટ સકટ તરીકે ઓળખાતા સોમનાથ-વેરાવળ-તાલાલા નેશનલઅને રાજ્ય ધોરી માર્ગ ઉપરનું તેમજ જિલ્લા સેવા સદન પાસે ઈનાજ પાટીયા પાસે આવેલા ધામક દબાણના લીધે રાજ્યધોરી માર્ગ પર રોડ સેફટીની દ્રષ્ટિએ બ્લાઈન્ડ સ્પોટ જનરેટ થતા હતા જેના લીધે વાહનનો અકસ્માત થવાની ભીતિ સર્જાતી હતી.
જેથી જિલ્લા કલેકટર ડી ડી જાડેજા ની અપીલ અને લોક સહકારથી માર્ગ અને મકાન વિભાગ,ફોરેસ્ટ વિભાગ, મામલતદારઅને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે નેશનલ હાઇવે પરની મસ્તાના બાબાની દરગાહ,જિલ્લા સેવા સદન પાસે અને ઈણાજ પાટીયા પાસે તેમજ તાલાલા વેરાવળ રોડ પર આવેલા અનઅધિકૃત દબાણો દૂર કરવામા આવ્યા હતા.
જેમા આજ રોજ મસ્તાના બાબાની દરગાહ 350 ચો ફૂટ, મામાદેવ મંદિર જિલ્લા સેવા સદન પાસે અંદાજીત 1500 ચો.ફુટ, ઈણાજ પાટીયા પાસે રામેશ્વર મહાદેવ મંદિરની કમ્પાઉન્ડ વોલ અને હનુમાન ડેરી મંદિરની અંદાજીત 2200 ચો.ફુટની જગ્યા,ઈણાજ પાટીયા અને સવની પાટીયા ની વચ્ચે ખોડીયાર માતા મઢ અને મામાદેવનું મંદિર અંદાજીત 4000 ચો.ફુટ,એમ વેરાવળ તાલાલા રાજ્ય ધોરીમાર્ગ ઉપર કુલ ત્રણ જગ્યાએ ટોટલ અંદાજીત 8000 ચો.ફુટ જગ્યામાં આવેલા ધાર્મિક દબાણ રોડ ઉપરથી દૂર કરવામાં લોકોએ સહકાર આપ્યો હતો.
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલ પ્રખ્યાત જમજીર ધોધની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. આ સ્થળે પાકગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ પડતી હતી.આ બાબત ધ્યાનમાં આવતાં કલેક્ટરે જમજીર ધોધની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ જગ્યાની આસપાસની સરકારી જમીનના અનઅધિકૃત દબાણો આઇડેન્ટીફાય કરી જિલ્લા જમીન દફતર નિરીક્ષક ગીર સોમનાથ દ્વારા માપણી કરાવતા સરકારી જમીનેમાં જુદા-જુદા આસામીઓના ખેતી અને બિનખેતી વિષયક દબાણો ધ્યાને આવ્યાં હતાં. સરકારીજમીનના ખેતી તથા બિનખેતી વિષયક દબાણો દૂર કરવા નાયબ કલેક્ટર,ઉના, મામલતદાર, ગીર ગઢડા તેમજ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 3 આસામીના દબાણો ખુલ્લા કરવામાં આવ્યાં હતાં. 6 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ હતી.આ દબાણો દૂર થતા પ્રવાસીઓ તેમજ રાહદારીઓને પાકગ અને પહોળા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.