Get The App

ચાઇનીઝ ટુક્કલો ઓછી ઉડાડતા ફાયર બ્રિગેડને રાહત : ફટાકડાથી આકાશમાં રંગબેરંગી નજારો

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
ચાઇનીઝ ટુક્કલો ઓછી ઉડાડતા ફાયર બ્રિગેડને રાહત : ફટાકડાથી આકાશમાં રંગબેરંગી નજારો 1 - image


Vadodara Uttarayan 2025 : ચાઇનીઝ ટુક્કલને કારણે દર વર્ષે ઉતરાયણ પર અસંખ્ય આગના બનાવો બનતા હતા પરંતુ આ વર્ષે ચાઇનીઝ ટુક્કલોના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી અને લોકોમાં જાગૃતિ આવવાને કારણે પ્રથમ વાર ખૂબ જ ઓછી ટુક્કલો ઉડી હતી. જેથી આગના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા અને પહેલીવાર ફાયર બ્રિગેડને દોડધામ કરવામાં રાહત રહી હતી. જ્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ઉતરાણની સાંજે રંગબેરંગી ફટાકડા ફોડી આકાશને રંગી દીધું હતું.

ચાઇનીઝ ટુક્કલ ઉપર પ્રતિબંધ બાદ પ્રથમ વર્ષે વડોદરા ફાયર બ્રિગેડને રાહત થઈ છે. વીતેલા 24 કલાક દરમિયાન બ્રાઇટ શાળા પાસેની બીઓબી બ્રાન્ચમાં, ગાજરવાળી સ્લોટર હાઉસ ખાતે કચરામાં, દીપ ચેમ્બર્સ માંજલપુર ખાતે ઘાસમાં, વારસીયા જુના આરટીઓ પાસે પતરા ઉપર, અમિત નગર પાસે ખુલ્લા મેદાનમાં કચરામાં , વાસણા ભાયલી રોડ બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટ અને યમુના મિલ ડભોઈ રોડ વાયરીંગમાં આગના બનાવો બન્યા છે. આમ કહી શકાય કે, આ વખતે આગના બનાવમાં 99 ટકા રાહત રહેતા પોલીસની ટુક્કલ સામેની કામગીરી પણ રંગ લાવી છે.


Google NewsGoogle News