ગંભીર બિમારીના દર્દીઓને રાહત : સોમવારથી ઘર આંગણે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ઓપીડી શરૂ
- સર ટી. હોસ્પિ.ના સુપર સ્પે. બિલ્ડીંગમાં શરૂ થશે નવી સવલત
- વિવિધ 8 વિભાગના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબી સેવા ઉલબ્ધ બનતાં ગંભીર બિમારીના દર્દીઓને બહારગામ નહીં જવું પડે : આગામી દિવસોમાં વોર્ડ પણ શરૂ થશે
ભાવનગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સર ટી. હોસ્પિટલમાં રેગ્યુલર ચાલતી ઓપીડીમાં જારોજબરોજ હજારો દર્દી સારવાર અર્થે આવતા હોય છે જેમાં કેટલાક દર્દીને સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની સારવાર લેવાની ફરજ પડે છે. જો કે, આ હોસ્પિટલમાં ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર તથા જુનાગઢ જિલ્લાના પણ દર્દીઓ આવતાં હોય ગંભીર બિમારીના કિસ્સામાં સ્થાનિક કક્ષાએ સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની સેવા ઉપલબ્ધ ન હતી. જેના કારણે તેમને નાછૂટકે અન્ય મોટાશહેરોની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરવામાં આવતાં હતા.
જો કે, ભાવનગરમાં ગંભીર બિમારીની વ્યાખ્યામાં આવતાં દર્દીઓની સારવાર ઘરઆંગણે મળી રહે તે માટે અંદાજે પાંચેક વર્ષથસ્સર ટી. હોસ્પિટલ પરિસરમાં અતાયધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. જે યેનેકેન પ્રકારે શરૂ થયું ન હતું. જો કે, અંદાજે ત્રણેક માસથી કાર્યરત થયેલાં આ બિલ્ડીગમાં પ્રાયોગિક ધોરણે ઓપરેશન થિયેટર્સ, આઈસીસીયું કાર્યરત થયું હતું. બાદમાં અહીં, કરોડોના ખર્ચે વસાવવામાં આવેલાં એમઆરઆઈ, સિટી સ્કેન તથા પેથોલોજી લેબ. કાર્યરત કરવામાં આવી હતી. હવે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સર ટી. હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીટી બિલ્ડીંગ ખાતે આગામી તા.૨૦ને સોમવારથી સુપર સ્પેશ્યાલીટી વિભાગની ઓપીડી શરૂ થશે. જેમાં ગંભીર હિમારીની વ્યાખ્યામાં આવતાં વિવિધ કેન્સર, હ્દયરોગ, મગજને લગતી બિમારીના દર્દીઓને ઘરણાંગણે નિષ્ણાંત તબીબોનીસેવા મળી રહેશે. જો કે, મહત્વપૂર્ણ છે કે, આ ઓપીડીમાં સંબંધિત સ્પેશ્યાલીટી વિભાગના તજજ્ઞા અને સિનિયર રેસિડેન્ટ ડૉકટર્સ દ્વારા જ રિફર કરવામાં આવનાર દર્દીઓને સુપર સ્પેશ્યાલીટી વિભાગોની ઓપીડીમાં તબીબો દ્વારા તપાસવામાં આવશે અને તે માટે દર્દીઓના કેસ પેપરમાં સુપર સ્પેશ્યાલીટી ઓપીડી ખાતે રીફર કર્યાં અંગેનો સિક્કો પડાવવો પડશે. આમ રૂટીન ઓપીડીની સાથે હવે સર ટી. હોસ્પિટલ પરિસરમાં આવેલી સુપર સ્પેશ્યાલિટી હોપિ. બિલ્ડીંગમાં નિષ્ણાંત તબીબોની સેવા દર્દીઓને મળતી થઈ જશે. જ્યારે આગામી દિવસોમાં આ સુપર સ્પેશ્યાલિટી વિભાગમાં વોર્ડ પણ કાર્યરત થાય તેવા પ્રયત્નો શરૂ કરાયા હોવાનું જાણવા મળેલ છે.