Get The App

GPSC: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી જાહેર, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
GPSC: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી જાહેર, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી 1 - image


Gujarat Health Department Recruitment : ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા GPSC હેઠળ 2800થી વધુ આરોગ્ય વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. 

GPSC દ્વારા રાજ્ય આરોગ્ય વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી માટેનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં આવતીકાલ 21 નવેમ્બર, બપોરના 1 વાગ્યાથી 10 ડિસેમ્બર સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.   

આરોગ્ય વિભાગમાં ભરતી

ગુજરાત અને તબીબી સેવા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં જનરલ સર્જનની 200, ફિઝિશિયનની 227, ગાયનેકોલૉજિસ્ટની 273, ઓર્થોપેડિક સર્જનની 35, ડર્મેટોલૉજિસ્ટની 09, રેડિયોલૉજિસ્ટની 47, એનેસ્થેટિસ્ટની 106 મળીને કુલ 897 ક્લાસ 1ની જગ્યાઓ છે. જેમાં શૈક્ષણિક લાયકાત MBBS છે. 

પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન નર્સિંગની પાંચ જગ્યાઓ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પ્રિન્સિપાલ, ગુજરાત નર્સિંગ સેવા ક્લાસ 1ની કુલ પાંચ જગ્યાઓ છે. જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન નર્સિંગની લાયકાત અને 15 વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે. 

GPSC: ગુજરાત આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી જાહેર, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી 2 - image

ક્લાસ 2ની 1800થી વધુ જગ્યાઓ

ગુજરાત આરોગ્ય વિભાગમાં 2800થી વધુ ભરતીની બહાર પાડવામાં આવી છે. જેમાં તબીબી અધિકારીની 1506, વીમા તબીબી અધિકારી(એલોપેથીક)ની 147, બાયોકેમેસ્ટ્રીના ટ્યુટરની 20, કોમ્યુનિટી મેડિસિન ટ્યુટરની 30, ફોરેન્સિક મેડિસિનના ટ્યુટરની 29, માઇક્રોબાયોલૉજીના ટ્યુટરની 23, પેથોલૉજીના ટ્યુટરની 33, ફિઝિયોલૉજીના ટ્યુટરની 32, એનેટોમીના ટ્યુટરની 25 અને ફાર્માકોલૉજીના ટ્યુટરની 23 જગ્યાઓ મળીને 1868 જગ્યાઓ પર ક્લાસ 2ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત MS/DNB, MD/MS/DNB/PGDIP, MD/DNB/PGDIP છે.

આ પણ વાંચો : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના: 10 આરોપીઓ સામે કોર્ટમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયું

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કૉલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓ ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપક, સામાન્ય રાજ્ય સેવા ક્લાસ-1ની ઇમ્યુનો હિમેટોલૉજિસ્ટની 01, કાર્ડિયોલૉજિસ્ટની 06, મેડિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલૉજિસ્ટની 01 અને સી.ટી. સર્જરીની 03 મળીને કુલ 11 જગ્યાઓ છે. જેમાં પદ પ્રમાણે શૈક્ષણિક લાયકાત DM/MD/DNB, M.CH/DNB, DM/DNB છે. 


Google NewsGoogle News