રૃા.2.74 કરોડનું સરકારી અનાજ સગેવગે કરનાર ગોડાઉન મેનેજર સહિત 12 પાસેથી વસુલીનો આદેશ

સુરતના સચિનના સરકારી ગોડાઉનમાંથી

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
રૃા.2.74 કરોડનું સરકારી અનાજ સગેવગે કરનાર ગોડાઉન મેનેજર સહિત 12 પાસેથી વસુલીનો આદેશ 1 - image


- સચિનના ગોડાઉનમાં 2022 માં દિવાળીના દિવસે કૌભાંડ પકડાયું હતુંઃ  તમામની પીબીએમ હેઠળ અટકાયત કરી જેલભેગા કરાયા હતા

            સુરત

સચીનના સરકારી ગોડાઉનમાંથી કરોડો રૃપિયાનું અનાજ ઓહિયા કરી જવાના કેસમાં ગોડાઉન મેનેજરથી કોમ્પ્યુટર ઓપરેટર સુધીના ૧૨ ને પીબીએમ હેઠળ ધકેલ્યા બાદ જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી હજુ ચાલુ જ રાખી છે. જેમાં રૃા.૨.૭૪ કરોડનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરી સરકારી તિજોરીને ગંભીર નુકશાન પહોંચાડયુ હોવાથી આ ૧૨ માંથી આ રકમ કોની પાસેથી વસુલવી તે માટે કારણદર્શક નોટીસ ફટકારી છે. 

સચીન ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉનમાંથી અનાજના કાળાબજારીયા થઇ રહ્યા છે. દિવાળી ટાણે ફરિયાદ મળતા પુરવઠાતંત્રે ૨૭.૧૦.૨૦૨૨ ના રોજ દરોડા પાડીને રૃા.૫૦.૭૫ લાખનો ધઉ તથા ચોખાનો જથ્થો સીઝડ કર્યો હતો. ત્યારબાદ ૩૦.૧૦.૨૨ થી ૩.૧૧.૨૨ સુધી આ ગોડાઉનમાં અનાજના જથ્થાની ડીટેઇલ તપાસ કરવામાં આવી હતી. જેમાં અનાજના જથ્થામાં વધ-ઘટ જણાતા તત્કાલીન ચોર્યાસી મામલતદાર જે.ડી. પટેલે સચીન પોલીસ સ્ટેશનમાં રૃા.૨.૭૪ કરોડનો અનાજનો જથ્થો સગેવગે કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ અનાજ કૌભાડમાં તત્કાલીન જિલ્લા કલેકટર દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નરમાં પીબીએમ એકટ-૧૯૮૦ હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત કરતા પોલીસ કમિશ્નરે ગોડાઉન મેનેેજર થી લઇને કોમ્પ્યુટર ઓપરેટર સુધીના ૧૨ જવાબદારો વિરુદ્ર પીબીએમ હેઠળ અટકાયત કરીને અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

દરમ્યાન સરકારી અનાજનો બેનંબરમાં વેપલો થયો હોવાનું ફલિત થતા પુરવઠા અધિકારી દ્વારા જે ૧૨ ને પીબીએમ કરાયા હતા. તેની પાસેથી રૃપિયા ૨.૭૪ કરોડ વસુલવા માટે દરખાસ્ત જિલ્લા કલેકટરમાં મોકલવામાં આવી હતી. આ દરખાસ્તના પગલે સુરત જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીએજે ૧૨ ને પીબીએમ થયા હતા. તે તમામ વિરુદ્ર કડક પગલાં લઇને રૃા.૨.૭૪ કરોડ વસુલવા માટે કારણદર્શક નોટીસ ફટકારીને સુનાવણી રાખવામા આવી છે. નોટીસમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે તમામ કસુરવારોએ એકબીજાના મેળાપીપણાંમા અતિ ગંભીર ગેરકૃત્ય આચરી સમાજના નબળા વર્ગને પુરુ પાડવાનું થતુ અનાજ અનઅધિકૃત રીતે સગેવગેકર્યાનું ફલિત થાય છે. સરકારી અનાજ કાળાબજારમાં સગેવગે કરવાથી સરકારી તિજોરીને અતિ ગંભીર નુકશાન થયેલ છે. આગામી દિવસોમાં નોટીસ ફટકારી આ તમામ ૧૨પુરાવાઓ રજુ કર્યા પછી કોની પાસેથી કેટલી રકમ વસુલવી તે નક્કી કરાશે.

12 આરોપીને કારણદર્શક નોટિસ ફટકારી

પ્રિતીબેન મનુભાઇ ચૌધરી ( ગોડાઉન મેનેજર ), રાકેશ પારસનાથ ઠાકુર (કોન્ટ્રાકટર), અરવિદ ઉત્તમસીંગ રાજપુત ( પ્રતિનિધી), પ્રવિણ ઉર્ફે પોટલા રામ ખોઇવાલ ( ભાગીદાર) શંકરલાલ ઉર્ફે મહારાજ સોહનલાલ શર્મા ( ભાગીદાર), ભેરૃલાલ ઉર્ફે લસાણી સોહનલાલ ખટીક ( ભાગીદાર), શ્યામલાલ વગતાવરજી સુયલ ( ભાગીદાર ), દિનેશ ઉર્ફે રામા રેડ્ડી  ખટીક ( ભાગીદાર), સિલ્કેશ દિનેશ ખટીક ( ભાગીદાર ), મેહુલ ભગવતીલાલ શર્મા ( ( અનાજનો જથ્થો ખરીદનાર ), સુનિલ ભગવતીલાલ શર્મા ( અનાજનો જથ્થો ખરીદનાર ) ધીરેન વિઠ્ઠલ રાવળ ( કોમ્પ્યુટર ઓપરેટર ) 


Google NewsGoogle News