Get The App

ઈ-ચલણ ભર્યા ન હોય તેવા તમામ વાહન ચાલકો વિરુદ્ધ વસુલાતની કાર્યવાહી

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ઈ-ચલણ ભર્યા ન હોય તેવા તમામ વાહન ચાલકો વિરુદ્ધ વસુલાતની કાર્યવાહી 1 - image


Vadodara : વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલંઘન કરનાર વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. પરંતુ આ વાહનચાલકો ઈ-ચલણ ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ છે. અક્ષરચોક વિસ્તારમાં તમામ પ્રકારના વાહનચાલકોને રસ્તામાં રોકી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરા શહેરમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે જેના કારણે ટ્રાફિકનું ભરણ પણ રાજમાર્ગો પર વધી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ઘટાડો થાય તથા ટ્રાફિકનું સંચાલન યોગ્ય અને સુચારુ રીતે થાય માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. વાહન ચાલકો દ્વારા સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે. ત્યારે આ ટ્રાફિકના નિયમોનુ ઉલ્લઘન કરનાર વાહન ચાલકોને ઇ-ચલણ ફટકારવામાં આવતા હોય છે. પરંતુ ઘણા ખરા વાહન ચાલકો દ્વારા ઇ-ચલણ ભરવામાં આવતા નથી અને એકથી વધારે ઈ-ચલણ ભેગા થઈ જતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના અક્ષર ચોક વિસ્તારમાં થી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકોને પોલીસ દ્વારા સ્થળ પર રોકી તેમના બાકી ઈ-ચલણની વસૂલાત સ્થળ પર જ કરવામાં આવી રહી છે. દંડ ભર્યા બાદ તેમના વાહનોને છોડવામાં આવી રહ્યા છે. જેને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પોલીસ કમિશનર દ્વારા બાકી ઈ-ચલણ મામલે કાર્યવાહી કરવા માટેના સંકેત આપ્યા હતા ત્યારે તેમના હુકમના પગલે બાકી ઈ-ચલણ ધારણ કર્યું કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News