દેશમાં સૌથી વધુ એક દિવસમાં 4714 દર્દીઓ રાજકોટ સિવિલમાં નોંધાયા : બીજા નંબરે અમદાવાદ

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
દેશમાં સૌથી વધુ એક દિવસમાં 4714 દર્દીઓ રાજકોટ સિવિલમાં નોંધાયા : બીજા નંબરે અમદાવાદ 1 - image

Rajkot Civil Recorded Highest Number of Patients : સમગ્ર દેશની સરકારી હોસ્પિટલોમાં દાખલ થતા અને સારવાર લેતા દર્દીઓની જારી વિગત મુજબ 18 સપ્ટેમ્બરે દેશની ટોપ-10 હોસ્પિટલોના નામ જાહેર કરાયા છે તેમાં નં.1 પર રાજકોટની પીડીયુ મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ, એક દિવસમાં 4714 દર્દીઓએ સારવાર લીધી હતી. જ્યારે બીજા નંબરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 4607 દર્દીઓની ઓ.પી.ડી. નોંધાઈ હતી. 

સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં પણ 3583 ઓ.પી.ડી. સાથે દેશમાં સૌથી વધુ ઓ.પી.ડી.વાળી હોસ્પિટલમાં ત્રીજા ક્રમે આવી હતી. જ્યારે સૌથી વધુ ઈન્ડોર પેશન્ટમાં એટલે કે એક દિવસમાં દાખલ થયેલા દર્દીઓમાં સુરતની આ હોસ્પિટલ 987 દર્દીઓ સાથે પ્રથમ ક્રમે રહી હતી. 

ગુજરાતની રાજકોટ,અમદાવાદ, સુરતની સરકારી હોસ્પિટલ તેમજ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ (2874 ઓ.પી.ડી. સાથે 7ઠ્ઠા ક્રમે,અને આઈ.પી.ડી.માં 450  દર્દી સાથે 6ઠ્ઠા ક્રમે) છે. જ્યારે વડોદરાની સિવિલ હોસ્પિટલ 353 દાખલ દર્દીઓ સાથે 10માં ક્રમે છે. 

આમ, સૌથી વધુ દર્દીઓમાં દેશની ટોપ-10 હોસ્પિટલોમાં ગુજરાતની ત્રણ હોસ્પિટલો પ્રથમ ત્રણ ક્રમે અને 5  હોસ્પિટલો ટોપ-10માં છે ત્યારે ગુજરાતમાં ભારે વરસાદના પગલે લોકો વધુ બિમાર પડી રહ્યાની સંભાવનાની સાથે ખાનગી હોસ્પિટલોમાં સારવાર મોંઘી પડતી હોય સરકારી સારવારનું ચલણ વધી રહ્યાની શક્યતા હોવાનું મનાય છે. 


Google NewsGoogle News