Get The App

હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકર્ડ બ્રેક મગફળીની આવક : રાત્રિના 10 થી સવારે 5 વાગ્યા સુધીમાં 900 વાહનોમાં અંદાજે 80 હજાર ગુણી ઉતારાઈ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકર્ડ બ્રેક મગફળીની આવક : રાત્રિના 10  થી સવારે 5 વાગ્યા સુધીમાં 900 વાહનોમાં અંદાજે 80 હજાર ગુણી ઉતારાઈ 1 - image


Hapa Marketing Yard : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રાતે 10.00 વાગ્યાથી આજે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂ કરાયું છે, અને રેકોર્ડબ્રેક 900 થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળી લાવ્યા છે, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ વાહનોમાંથી મગફળી ઉતારી લેવાઇ છે, અને અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણીના 800 રૂપિયાથી 2,250 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.

હાપા માર્કેટિંગ યાર્ડમાં રેકર્ડ બ્રેક મગફળીની આવક : રાત્રિના 10  થી સવારે 5 વાગ્યા સુધીમાં 900 વાહનોમાં અંદાજે 80 હજાર ગુણી ઉતારાઈ 2 - image

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના 10 થી સવારે 5 સુધી મગફળીની આવક ખોલવામાં આવી હતી, અને સવારે 6 વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારપછી આવક બંધ કરવામાં આવી છે. જે દરમિયાન રેકોર્ડબ્રેક 900 મગફળીના વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા, જે પૈકી 650 વાહનની ઉતરાઈ થઈ ચૂકી છે, અને બાકીની ચાલુ છે. અંદાજિત 75000 થી 80000 ગુણીની આવકની સંભાવના છે. યાર્ડમાં જગ્યા હશે ત્યાર સુધી મગફળી ઉતારવામાં આવશે. આજે હરરાજીમાં મગફળીના ભાવ 900 થી 2250 નોધાયો છે, જે હરાજી હજુ ચાલુ રખાઈ છે.

વધું વાંચો : જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની લાગી લાંબી કતારો



Google NewsGoogle News