પોલીસે ફાયરિંગ કરી 22 લાખનો દારૃ પકડવાના કેસમાં બૂટલેગર જુબેર પાસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
વડોદરાઃ હરણી દરજીપુરા વિસ્તારમાંથી પકડાયેલા ૨૨ લાખના દારૃના કેસમાં પોલીસે ફાયરિંગ કરતાં પકડાયેલા બૂટલેગરને આજે બનાવના સ્થળે લઇ જવાયો હતો.
દરજીપુરા વિસ્તારમાં દારૃના કટિંગ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં ખેપીયાઓએ પથ્થરમારો કર્યો હતો.જેથી પોલીસે ફાયરિંગ કરી ત્રણ ખેપીયાને ઝડપી પાડી દારૃ અને વાહનો સાથે ૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં ક્રાઇમબ્રાન્ચે બે દિવસ પહેલાં નામચીન બુટલેગર જુબેર મેમણ(વાડી નાલબંધ વાડા)ને તારાપુર નજીકથી ઝડપી પાડયો હતો.આજે તેને બનાવના સ્થળે લઇ જઇ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.નોંધનીય છે કે,બૂટલેગર જુબેર મેમણ સામે રાજ્યના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ૬૬ જેટલા ગુનાઓ નોંધાયેલા છે.