Get The App

માણસાના ધોળાકુવા ગામના યુવકની હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
માણસાના ધોળાકુવા ગામના યુવકની હત્યાના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું 1 - image


ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મેસેજ કરવા મુદ્દે ખુની ખેલ

મોટી શિહોલી ગામના યુવકે ધોળાકુવાના યુવકની બોલાવી છરાના ઘા ઝીંકી હત્યા કરી દેવાઇ હતી

માણસા : માણસા તાલુકાના ધોળાકુવા ગામે ઇન્સ્ટાગ્રામ  પર મેસેજ કરવા બાબતે મોટી સિહોલી ગામના યુવકે ધોળાકુવા ગામના યુવકને રાત્રે બોલાવી છરાના ઘા મારી ઘાતકી હત્યા કરી સગીર મિત્ર સાથે ભાગી છૂટયો હતો જેને પોલીસે ઝડપી આજે માણસા પોલીસે ગુનો જે જગ્યા પર બન્યો હતો ત્યાં તેને સાથે રાખી બનાવના દિવસે શું થયું હતું તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

માણસા તાલુકાના ધોળાકુવા ગામના ૨૨ વર્ષીય યુવક દશરથજી દિલીપજી ઠાકોર ગત શનિવારે રાત્રે ઘરે ગામમાં જવાનું કહીને નીકળ્યો હતો અને બીજા દિવસે સવારે ગાયત્રી મંદિર પાછળના એપ્રોચ રોડ પરથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે બાબતે માણસા પોલીસ તેમજ એલસીબી એસઓજી સહિત નો સ્ટાફ આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગ્યો હતો અને સીસીટીવી કેમેરા સહિત હ્યુમન સોર્સની મદદથી પોલીસે આ હત્યામાં સંડોવાયેલ ગાંધીનગર જિલ્લાના મોટી સિહોલી ગામના રાહુલ કનુજી ઠાકોર તથા એક સગીર અને ગુનાના કામે વપરાયેલ હથિયાર અને કપડાનો નિકાલ કરનાર આકાશ કનુજી ઠાકોર સહિત ત્રણને ઝડપી લીધા હતા અને સમગ્ર બનાવ બાબતે રાહુલે હત્યા બાબતે ખુલાસો કર્યો હતો કે મૃતક દશરથ તેની મંગેતરને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતો હતો જેથી તે દશરથ ને મળવા માટે આવવાનો છે તેવી જાણ કરી શનિવારે રાત્રે ગામમાં પહોંચી ધોળાકુવાના યુવકને મળવા માટે બોલાવ્યો હતો અને શિહોલી થી રાહુલની સાથે એક સગીર પણ હતો જે બંને ટુ-વ્હીલર વાહન લઈને ધોળાકુવા ગામમાં આવ્યા બાદ દશરથજીને લઈ માણસા આવ્યા હતા જ્યાં તેમણે વિદેશી દારૃની બોટલ લીધી હતી ત્યારબાદ ત્રણેય જણા ગાયત્રી મંદિર પાછળના એપ્રોચ રોડ પર ગયા હતા જ્યાં રાહુલ અને દશરથજી વચ્ચે મેસેજ બાબતની બોલાચાલી થતા ઝઘડો થયો હતો જેમાં રાહુલે તેની સાથે લઈને આવેલા છરા વડે દશરથજી ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી બંને પોતાનું વાહન લઇ ભાગી છુટયા હતા જેમને ગાંધીનગર જિલ્લા પોલીસે ચિલોડા ખાતેથી ઝડપી માણસા પોલીસને સોંપ્યા હતા જેમાં આજે માણસા પોલીસે હત્યાના આરોપી રાહુલને સાથે રાખી બનાવની જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને જે દિવસે ઘટના બની હતી તેનું સમગ્ર રીતે કન્સ્ટ્રક્શન કર્યું હતું તો હત્યામાં વપરાયેલ હથિયાર હજી સુધી મળી શકયુ નથી.


Google NewsGoogle News