Get The App

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 1 - image


Health Worker Strike: ગાંધીનગર ખાતે 17 માર્ચ 2025થી હળતાળ ઉપર ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટી લીધી છે. 21 દિવસની અચોક્કસ હડતાળ બાદ સરકાર સાથે સુખદ સમાચાર થતાં રાજ્યના 33 જિલ્લાના જિલ્લા પંચાયત વિભાગ વર્ગ-૩ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ, એફ.એચ.એસ., એમ.પી.એચ.એસ. અને તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતાં સુપરવાઇઝર ભાઈઓ અને બહેનોને હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. 

ગાંધીનગરમાં 17 માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ આજે સમેટાઈ ગઈ છે. મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘના 33 જિલ્લા પ્રમુખ, મહામંત્રી, મુખ્ય કન્વિનરની સંયુક્ત સંપૂર્ણ કારોબારી મીટિંગ રવિવારે(6 એપ્રિલ)ના રોજ ગાંધીનગર ખાતે મળી હતી. આ મીટિંગમાં કર્મચારીઓના પ્રશ્નો અને સરકારી સાથે ચર્ચા મુજબ અચોક્કસ મુદ્દતની હડતાળને ત્રણ મહિના માટે બ્રેક આપવામાં આવ્યો છે. 

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 2 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 3 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 4 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 5 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 6 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 7 - image

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન, 3 મહિના માટે આંદોલન સ્થગિત 8 - image

જો ત્રણ મહિનામાં સરકાર તરફથી માંગણીઓ અંગે કોઈ જી.આર., ઠરાવ કે નિકાલ નહીં આવે તો ફરી હડતાળ શરુ કરવામાં આવશે. આ અંગે 33 જિલ્લાના પ્રતિનિધિઓ અને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે.

Tags :