Get The App

VIDEO: રાજ્યમાં બેફામ ડમ્પરોનો આતંક: મોરબીમાં એક બાળકનું મોત, સુરતમાં વિદ્યાર્થી ગંભીર

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
VIDEO: રાજ્યમાં બેફામ ડમ્પરોનો આતંક: મોરબીમાં એક બાળકનું મોત, સુરતમાં વિદ્યાર્થી ગંભીર 1 - image


Student Accident In Surat : ગુજરાતમાં પૂરઝડપે અને અયોગ્ય રીતે વાહન ચલાવવાના કારણે થતાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના પાલ ગૌરવપથ રોડ એપેક્ષ હોસ્પિટલ ચાર રસ્તા પાસે બેફામ ચલાવી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશને જઈ રહેલા 13 વર્ષના સગીરને અડફેટ મારી હતી. જેમાં સગીરને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે આ મામલે પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી એક ઘટનામાં, મોરબીમાં સિરામિકના કારખાનામાં ડમ્પર ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું.

સગીરની હાલત ગંભીર

સુરતમાં ટ્યુશને જઈ રહેલા ધોરણ આઠના વિદ્યાર્થીને ડમ્પર ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં 13 વર્ષના વેદાંતને જમણા પગની જાંઘના ભાગે અને કપાળના ભાગે ઈજા પહોંચી હતી. આ પછી સગીરને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યાં સગીરને જમણા પગની જાંઘના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, વેદાંત જ્યારે સાયકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે બેફામ આવી રહેલા ડમ્પર ચાલકે જોરથી ટક્કર મારી હતી. જેમાં સગીર દૂર ફંગોળાયો હતો. 

આ પણ વાંચો : ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા 61 રસ્તા ફોરલેન-પહોળા કરાશે, રૂ. 2995 કરોડ મંજૂર

પોલીસે આરોપીની અટકાયત કરી

સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપી ડમ્પર ચાલકની અટકાયત કરીને ડમ્પર જમ્પ કરી લેવામાં આવ્યું છે. ગંભીર અકસ્માત મામલે પોલીસ આરોપીની વધુ પુછપરછ કરશે અને સીસીટીવી આધારે તપાસ કરવામાં આવશે, જેમાં સિગ્નલ બંધ હતું કે નહીં, તને લઈને વધુ તપાસ કરાશે. જ્યારે પોલીસે આ ઉપરાંત, ભારે વાહનો દ્વારા સર્જાયેલા અકસ્માતને પગલે ત્રણ જેટલા ડમ્પરો જપ્ત કર્યા છે. 

મોરબીમાં ડમ્પરની અડફેટે એક બાળકનું મોત

મોરબીના બેલાગામની સીમ પાસેના લીડસન સિરામિકના કારખાના ખાતે ડમ્પર ચાલકે એક બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જ્યારે તાલુકા પોલીસે આ મામલે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. 


Google NewsGoogle News