જામનગરમાં બેકાબુ કાર ચાલક બટેકાની રેકડીને ઉડાડી દુકાનમાં ઘુસ્યો, લોકોના ટોળા એકઠા થતાં કારચાલક ભાગ્યો
Jamnagar : જામનગરમાં શાકમાર્કેટ જેવા ભરચકક વિસ્તારમાં ગઈકાલે સાંજે જી.જે.10 ડીજે 7005નંબરનો કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને પૂરપાટ ઝડપે આવીને સૌપ્રથમ એક બટેટાની લારીને ઊંધી પાડી દીધી હતી. જેમાં લારીનો ભૂકકો બોલી ગયો હતો. જ્યારે તેના ચાલકને સામાન્ય ઇજા થઈ હતી. ઉપરાંત બટેટાનો જથ્થો માર્ગ પર ઢોળાઈ ગયો હતો. આથી આસપાસના વિસ્તારના ઢોરને મીજબાની થઈ ગઈ હતી, અને બટેટા આરોગી લીધા હતા.
આ ઉપરાંત કાર બેકાબૂ બનીને ત્યાં આવેલી એક દુકાનમાં ઘૂસી ગઈ હતી, જેથી દુકાનનું શટર પણ પડીકું વળી ગયું હતું, અને દુકાનમાં નુકસાની થઈ હતી. સાથો સાથ કારમાં પણ નુકસાન થયું હતું. આ ઘટનાને લઈને ભારે નાશ ભાગ થઈ હતી, અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જે અકસ્માત સર્જીને કારચાલક પોતાની કાર છોડીને ભાગી છૂટ્યો હતો.
દરમિયાન પોલીસ ટુકડીને જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધા બાદ લોકોના ટોળા વિખેરાયા હતા. સમગ્ર અકસ્માત માવલે પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.