Get The App

વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી બાદ જામનગર એરપોર્ટ સતર્ક, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
Vadodara Airport

Threat To Blast In Vadodara Airport: વડોદરા હરણી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મળ્યો છે. આ ઇમેલ મળતા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો એરપોર્ટ દોડી આવ્યો હતો અને એરપોર્ટની સિક્યુરિટી એજન્સી સાથે મળી બંદોબસ્ત ગોઠવીને ઊંડી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ, આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. આ મામલે સતર્કતા દાખવીને જામનગરના એરપોર્ટમાં પણ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું.

Vadodara Airport Checking 

CISFના જવાનોની સ્નિફર ડોગની મદદથી તપાસ 

એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી. આ ધમકી પછી CISF પણ એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર એરપોર્ટની ઊંડી તપાસ શરૂ કરી હતી. આ માટે બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગની પણ મદદ લેવાઈ હતી. બીજી બાજુ પોલીસે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી હતી. પોલીસે એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહન અને મુસાફરોની પણ ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી. 

એરપોર્ટ પર ફાયર બ્રિગેડની બે ગાડીઓ પહોંચી

એરપોર્ટ પર પોલીસ અને CISF દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ કરાઈ રહ્યું છે. ચેકિંગ દરમિયાન એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી એક કારમાં શંકાસ્પદ ઈલેક્ટ્રિક ડિવાઈસ મળી આવ્યું હતું. જો કે,આ કારચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો. આ ઉપરાંત એરપોર્ટ પર ફાયર બ્રિગેડની બે ગાડીઓ પણ પહોંચી છે. 

Jamnagar Airport

જામનગરના એરપોર્ટ પર સધન ચેકિંગ

વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મળેલા ઈમેલના પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર રાજ્યભરના એરપોર્ટ પર સતર્કતા દાખવવામાં આવી રહી છે. ત્યારે જામનગરના એરપોર્ટ પર પણ  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે, કંઈ વાંધાજનક મળ્યું નથી.


Google NewsGoogle News