Get The App

નવો આદેશ: રેશન કાર્ડ e-KYC કરાવવાની તારીખ લંબાવાઈ, જાણો છેલ્લી તારીખ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
નવો આદેશ: રેશન કાર્ડ  e-KYC કરાવવાની તારીખ લંબાવાઈ, જાણો છેલ્લી તારીખ 1 - image


Ration e-KYC Process In Gujarat : સરકારી અનાજ સહિત વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે, ત્યારે રેશનકાર્ડમાં e-KYC કરવાની તારીખ પૂર્ણ થયા બાદ સરકારે e-KYCની તારીખ લંબાવાઈ છે. જેમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી રેશનકાર્ડ ધારકો e-KYC કરી શકશે.

15 ફેબ્રુઆરી સુધી રેશનકાર્ડમાં e-KYC કરી શકાશે

ગુજરાતના ફુડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા રેશનકાર્ડમાં e-KYC કરવાની તારીખ લંબાવામાં આવી છે. અગાઉ રેશનકાર્ડમાં e-KYC માટે 31 ડિસેમ્બર અંતિમ તારીખ હતી. જ્યારે હવે તારીખમાં લંબાવાતા બાકી રહેલા નાગરિકો આગામી 15 ફેબ્રુઆરી સુધી e-KYC કરી શકશે. રેશનકાર્ડમાં e-KYC માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે ‘ગુજરાત પવેલિયન’ 24 કલાક કાર્યરત, જાણો વિશેષતા

નવો આદેશ: રેશન કાર્ડ  e-KYC કરાવવાની તારીખ લંબાવાઈ, જાણો છેલ્લી તારીખ 2 - image

રાજ્યમાં રેશનકાર્ડ ધારકો માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી e-KYC કરાવી શકશે. જેમાં ઓનલાઈન માધ્યમમાં માય-રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં જરૂરી પ્રક્રિયાને અનુસરીને  e-KYC કરી શકાશે.



Google NewsGoogle News