નર્મદાની મહિલાના ગળામાંથી રેર ગાંઠ સિવિલમાં સર્જરી કરીને કઢાઇ
-- સાત બાય પાંચ સે.મીની ગાંઠ ઇએનટી વિભાગના ડોકટરોએ પાંચ કલાકની જહેમત બાદ દુર કરી
સુરત,:
સુરત
નવી સિવિલ હોસ્પિટલમાં નર્મદા ખાતે રહેતી મહિલાના ગાળામાંથી વિભાગના ડોક્ટરની ટીમે
રેર કેસમાં જોવા મળતી ગાંઠ કાઢીને તકલીફ દૂર કરી છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ નર્મદા ખાતેના ડેડીયાપાડા ખાતે રહેતી ૪૦ વર્ષીય સીતાબેન વસાવા છેલ્લા કેટલાક સમયથી ગળામાં તકલીફ હોવાથી બરાબર ખોરાક ખાઈ શકતા ન હતા. જેથી તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં દોઢ-બે માસ પહેલા તેમના પરિવારના સભ્યોને કોઈ વ્યક્તિએ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળશે એવું કહ્યું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ઈએનટી વિભાગમાં લાવ્યા હતા. ત્યાં ડોક્ટર દ્વારા તેના એક્સ-રે અને સીટી સ્કેન સહિતના જરૃરી રિપોર્ટ કરાવ્યા હતા. જેમાં તેને ગળાના ભાગે મોટી થાઈરોઈડની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ સિવિલમાં ઈએનટી વિભાગના વડા ડો. જૈમીન કોન્ટ્રાક્ટર, ડો. ઉર્વશી પટેલ ડોક્ટરની ટીમ દ્વારા ચારથી પાંચ કલાક જહેમત ઉઠાવીને એના ગાળા માંથી મોટી ગાંઠ કાઢવામાં આવી હતી. જોકે આ ગાંઠ ૭ બાય ૫ સે.મી જેટલી હતી. આ પ્રકારના ગાંઠ રેર કેસમાં જાવા મળતી હોવાનું ડોકટરે કહ્યુ હતું. જયારે ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી અને સારવારનો એક લાખ ખર્ચ થતો હોય છે. પણ સિવિલમાં વિનામુલ્યે સર્જરી થતા વસાવા પરિવાર માટે આર્શિવાદરૃપ સાબિત થઇ હતી. જોકે સીતાબેન સર્જરી બાદ બરાબર ખોરાક લેતા થયા સહિતની તકલીફ દુર થઇ રહી છે.જોકે તેમને ડોકટરો રજા આપવામાં આવી હતી. એવુ ડો. નીલ પટેલે કહ્યુ હતું.