Get The App

વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં બોગસ ફાયર એનઓસી મામલે અરજીના આધારે રાવપુરા પોલીસે તપાસ આરંભી 1 - image


Vadodara Bogus Fire NOC : વડોદરા શહેરના આજવા રોડ પરના કોમર્શિયલ કોમ્પ્લેક્સનું ફાયર એનઓસી સર્ટિફિકેટ બોગસ મળી આવતા તત્કાલિન ઇન્ચાર્જ ચીફફાયર ઓફિસરની અરજીના આધારે રાવપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના આજવારોડ મહાવીર હોલ ચારરસ્તા પાસેની અર્શ પ્લાઝા નામની બિલ્ડિંગમાં આગના છમકલા બાદ વીજ કનેક્શન ફરી શરૂ કરવા માટે અરજી સાથે ફાયર એનઓસી રજૂ કરવામાં આવ્યું હતું. જે સર્ટિફિકેટ બોગસ હોવાનું ખૂલતાં તત્કાલિન ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા રાવપુરા પોલીસને અરજી આપી છે. ફાયર એનઓસીમાં તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદનો હોદ્દો દર્શાવ્યો હોય તે સમયે નિકુંજ આઝાદ તે ચાર્જ સંભાળતા હતા, પરંતુ તેમાં સહી ખોટી છે, તે સહી હાલમાં સસ્પેન્ડ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી સાથે ભળતી જણાય છે, પ્રથમ દ્રષ્ટિએ આ સર્ટિફિકેટ નકલી જણાય આવે છે, આવી નકલી ફાયર એનઓસી બજારમાં ફરતી થઈ હોય તપાસ જરૂરી છે, તેવું અરજીમાં જણાવ્યું છે. પોલીસે હાલ નકલી એનઓસી રજુ કરનાર અર્શ પ્લાઝાના વહીવટકર્તાઓના નિવેદન નોંધ્યા છે.


Tags :