Get The App

દિવાળીની રાત્રે રાજકોટમાં 'તથ્ય'વાળી : નશામાં ચૂર નબીરાએ 9 વાહન અને 5 લોકોને ફંગોળી નાખ્યાં!

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
દિવાળીની રાત્રે રાજકોટમાં 'તથ્ય'વાળી : નશામાં ચૂર નબીરાએ 9 વાહન અને 5 લોકોને ફંગોળી નાખ્યાં! 1 - image


Rajkot Road Accident: ગુજરાતમાં અમીર બાપના દિકરા બેફામ બન્યા છે. અમદાવાદના વિસ્મય શાહ અને તથ્ય પટેલે સર્જેલા અકસ્માતને લોકો ભૂલ્યા નથી. ત્યાં તો રાજકોટની ગંભીર અકસ્માતના દ્વશ્યો સામે આવ્યા છે. એક નબીરાએ શંકાસ્પદ નશાની હાલતમાં ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી 9 વાહનોને ઉડાવ્યા હતા, જ્યારે 5 થી 6 લોકોને ઇજા પહોંચાડી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ 9 જેટલા વાહનોને અડફેટે લેતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ફોર્ચ્યુનર કારના ચાલકની અટકાયત કરી લીધી છે. અને આ નબીરો નશાએ નશો કર્યો છે કેમ તે માટે મેડિકલ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના રાત્રે લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર એક યુવકે બેફામ કાર હંકારી કહેર વર્તાવ્યો હતો. ફોર્ચ્યુનર કાર લઇને નિકળેલા યુવકે 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી, જ્યારે 5 જેટલા લોકોને ઘાયલ કર્યા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ કાર ચાલક નશાની હાલતમાં ધૂત હોવાની શંકા છે. અકસ્માત સમયે કારમાં એક મહિલા સહિત ત્રણ લોકો હાજર હતા. ફોર્ચ્યુનર કાર ચાલકે અકસ્માત સર્જતાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

જોકે સદનસીબે મોટી જાનહાનિ થઇ નથી, પોલીસે કાર ચાલકની અટકાયત કરી પૂછપરછ કરી છે. પોલીસ પૂછપરછમાં અકસ્માત કરનાર કાર ચાલકનું નામ હિરેન પ્રસાદિયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે BNS કલમ 110, 281, 125(A)(B) તથા એમ.વી. એક્ટ કલમ 185, 177, 184 મુજબ ફરિયાદ નોંધી છે.



Google NewsGoogle News