Get The App

રાજકોટના જીયાણામાં ભગવાનથી નારાજ પૂર્વ સરપંચે રામદેવપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબીને લગાવી આગ

Updated: May 14th, 2024


Google NewsGoogle News
રાજકોટના જીયાણામાં ભગવાનથી નારાજ પૂર્વ સરપંચે રામદેવપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબીને લગાવી આગ 1 - image


Rajkot Temple Fire : રાજકોટ જિલ્લાના જીયાણા ગામમાં ગઈકાલે (13 મે) મોડી રાત્રે કેટલાક તત્વો દ્વારા રામદેવપીરની મૂર્તિ અને બંગલાવાળી મેલડી માતાજીની છબીને આગ લગાવી દીધી હતી. આ ઘટનાના પગલે ગામલોકો ગુસ્સે ભરાયા હતા. આ મામલે તાલુકા પંચાયતના સભ્ય કાનજીભાઈ મેઘાણીએ અજાણ્ય શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે PSI એ. કે. રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં એરપોર્ટ પોલીસે પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની ધરપકડ કરી હતી.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા જીયાણા ગામમાં પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાએ ગામના રામદેવપીર મંદિર અને મેલડી માતાજીના મંદિરમાં આગ લગાવી હતી. જ્યારે વાસંગીદાદાના મંદિરમાં તાળું મારેલું હોવાથી મંદિરની અંદર આગ લગાવવાનો પ્રયાસ ન થઈ શક્યો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ આગ લગાવવા પાછળનું કારણ એવું હતું કે તેમની લાગણી ઘવાઈ હોવાથી તે ભગવાનથી નારાજ હતો અને આવેશમાં આવીને તેણે આ કૃત્યુ કર્યું હતું. પોલીસને જાણવા મળ્યું છે કે, પૂર્વ સરપંચે ખુબ પૂજા-પાઠ કર્યા હતા, તેમ છતા સ્થિતિ ન સુધરતા તેણે ટાયર સળગાવીને મંદિરમાં નાખ્યા હતા. જેમાં રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગી હતી. જેની આરોપીએ પોલીસ સામે કબૂલાત કરી છે.

રાજકોટના જીયાણામાં ભગવાનથી નારાજ પૂર્વ સરપંચે રામદેવપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબીને લગાવી આગ 2 - image

આરોપ અરવિંદ સરવૈયાએ કબૂલાત કરી હતી કે, રામદેવપીરના મંદિર, મેલડી માતાજીના મંદિર અને વાસંગીદાદાના મંદિરમાં આગ લગાડી હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે આઇપીસી 295, 435 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News