Get The App

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ: જામનગરમાં રામભક્તે 11,111 મીઠા પાનના પ્રસાદનું કર્યું વિતરણ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ: જામનગરમાં રામભક્તે 11,111 મીઠા પાનના પ્રસાદનું કર્યું વિતરણ 1 - image


Jamnagar News : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠને લઈને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરના એક રામભક્તે શ્રી રામને 11,111 મીઠા પાન ધરાવી તે પાનનો પ્રસાદ લોકોને વિતરણ કર્યો હતો

શ્રી રામને ધરાવાયો 11,111 મીઠા પાનનો પ્રસાદ

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓસવાળ હૉસ્પિટલ નજીક આવેલા પાનના સંચાલક અને રામભક્ત દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર 11,111 પાન બનાવ્યા અને આજે શનિવારે સવારે 11 વાગ્યે પોતાની દુકાનની બહાર શ્રીરામની આરતી ઉતારી પ્રસાદી રૂપે પાનનું વિતરણ કર્યું હતું.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ: જામનગરમાં રામભક્તે 11,111 મીઠા પાનના પ્રસાદનું કર્યું વિતરણ 2 - image

આ પણ વાંચો: 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવા છતાં 11 જાન્યુઆરીએ કેમ અયોધ્યાના રામ મંદિરની વર્ષગાંઠ ઉજવાશે?

ભક્તોને કરાયું મીઠા પાનનું વિતરણ

રામભક્તે પોતાની પાનની દુકાનની બહાર મંડપ લગાવી ભગવાન રામના અયોધ્યા સ્થિત મંદિરનો ફોટો મૂકી તેની પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ આ પૂજામાં જોડાયા હતા. ભગવાન રામચંદ્રજીની મહાઆરતી બાદ અન્ય રામભક્તોની હાજરીમાં પ્રસાદી સ્વરૂપે વિના મૂલ્યે પાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. 


Google NewsGoogle News