Get The App

લ્યો બોલો, રાજકોટમાં સાંસદ મોકરિયાની ઓફિસમાં જ ફાયર સેફ્ટી નથી! તંત્ર દ્વારા નોટિસ ફટકારાઇ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
fire safety
(Representative Image)

Rajya Sabha MP Office Without Fire Safty: રાજકોટમાં યાજ્ઞિક રોડ પર વિવેકાનંદના સ્ટેચ્યુ સામે આવેલા રાજકુમાર કોલેજવાળા રોડ પર આવેલી ભાજપના રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયાની મારુતિ કુરિયર નામની ઓફિસ તથા તેની ઉપરની ઓફિસ સહિત બિલ્ડીંગને મહાપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી સાત દિવસમાં વસાવવા નોટિસ ફટકારી હતી.

મારુતિ કુરિયરની ઓફિસમાં ગયા મહિને આગ લાગેલી 

આ અંગે ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધતા જણાવ્યું કે ફાયરબ્રિગેડ દ્વારા જ્યાં પણ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવે છે. ઉપરોક્ત ઓફિસમાં ગત જૂલાઈમાં નાની આગની ઘટના બની હતી.

નોટિસના સમયના સાત દિવસમાં જરૂરી કાર્યવાહી કરવી જરૂરી 

તેમજ આ બિલ્ડીંગ 9 મીટર કરતા વધુ ઉંચાઈનું હોય જે અન્વયે મારુતિ કુરિયર સહિતના આ બિલ્ડીંગને ફાયર સેફ્ટી માટે નોટિસ અપાઈ છે. જો નોટિસના સમયના સાત દિવસમાં જરૂરી કાર્યવાહી નહીં થાય તો તે સીલ કરવાના પગલા લેવાય છે પરંતુ, ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા સહિતની કાર્યવાહી શરુ કરી દેવાઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે.

લ્યો બોલો, રાજકોટમાં સાંસદ મોકરિયાની ઓફિસમાં જ ફાયર સેફ્ટી નથી! તંત્ર દ્વારા નોટિસ ફટકારાઇ 2 - image


Google NewsGoogle News