Get The App

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધુ એક સરપ્રાઈઝ, રાજ્યસભા માટે ગુજરાતના ચાર ઉમેદવાર જાહેર

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધુ એક સરપ્રાઈઝ, રાજ્યસભા માટે ગુજરાતના ચાર ઉમેદવાર જાહેર 1 - image


Rajya Sabha Election 2024 Gujarat Candidate : ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. એ પહેલા આજે ભાજપે ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી, જેમાં જે.પી.નડ્ડા (JP Nadda), મયંક નાયક (Mayank Nayak), ગોવિંદ ધોળકિયા (Govind Dholakia) અને ડૉ. જશવંતસિંહ પરમાર (Dr. Jaswant Singh Parmar) સામેલ છે. 

રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે. 

દેશના 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર ચૂંટણી 

નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે આઠમી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યોમાં યોજાવાની છે, જેમાં ગુજરાત (Gujarat) સહિત આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) બિહાર (Bihar), છત્તીસગઢ (Chhattisgarh), હરિયાણા (Haryana), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), કર્ણાટક (Karnataka), મધ્ય પ્રદેશ (Madhya Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગણા (Telangana), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand), પશ્ચિમ બંગાળ (West Bengal), ઓડિશા (Odisha), રાજસ્થાન (Rajasthan)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News