રાજપરાઃ ગેરકાયદે મડંળી રચી 7 શખ્સનો 6 લોકો પર ઘાતક હુમલો
- પ્રેમ સંબંધ મામલે સમાધાન થયા બાદ દાઝ રાખી તૂટી પડયા
- ગામમાં જ રહેતાં શખ્સોએ ધારિયું, કોદાળી, લોખંડના પાઈપ સહિતના હથિયારો વડે કરેલાં હુમલામાં તમામ 6 લોકો ઘાયલઃ સાત સામે રાયોટિંગ સહિતની કલમ અન્વયે ફરિયાદ
બનાવની વિગત એવી છે કે, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના રાજપરા ગામે રહેતા વાસુદેવભાઇ વેલાભાઈ ઝેઝરિયાનાં કુટુંબી જેરામભાઈ ધનજીભાઈ ઝેઝરિયાનાં પુત્ર સુરેશને યુવતી સાથે પ્રેમ સબંધ હતો જે બાબતે અગાઉ ઘરમેળે સમાધાન થઇ ગયું હતું. જો કે, સમાધાન બાદ પણ પ્રેમસંબંધ અંગની દાઝ રાખી આ જ ગામે રહેતાં રાજુ નાનજીભાઈ પંચાળા,ચિરાગ રાજુભાઈ પંચાળા,સાગર રાજુભાઈ પંચાળા મુકેશ નાનજીભાઈ પંચાળા,રાહુલ મુકેશભાઈ પંચાળા,દિનેશ વશરામભાઈ પંચાળા,કમલેશ નાનજીભાઈ પંચાળાએ એક સંપ કરી લાકડી,ધારિયુંું,કોદાળી ,લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે પ્રેમજીભાઈ ધનજીભાઈ ઝેઝરિયા પર તૂટી પડયા હતા દરમિયાનમાં વાસુદેવભાઇ વેલાભાઈ ઝેઝરિયા અને કુટુંબી મેરાભાઈ ધનજીભાઈ ઝેઝરિયા અને શંભુભાઈ વેલભાઈ ઝેઝરિયા બચાવવા માટે વચ્ચે પડયા ત્યારે તેમને પણ ઉક્ત શખ્સોએ લાકડાના ધોકા, ફરસી, લોખંડના પાઇપ વડે માર માર્યો હતો.તદુપરાંત માથાકૂટ દરમિયાન વચ્ચે પડેલાં હસમુખભાઈ ઈશ્વરભાઈ ઝેઝરિયાને જેમ ફાવે તેમ ગાળો આપી સાગર રાજુભાઈ પંચાળાએ લાકડીઓ ફટકારી હાથ પર અને ખભા પર મૂઢ ઈજા કરી હતી.ઉપરાંત, અજયભાઈ ઈશ્વરભાઈ ઝેઝરિયા અને દીપાભાઈ રણછોડભાઈ ઝેઝરિયા છોડાવવા માટે વચ્ચે પડયા ત્યારે રાહુલ મુકેશભાઇ પંચાળાએ લોખંડના પાઇપ નાં ઘા ઝીંકી બન્નેને ઈજા પહોચાડી હતી.હતી.તેમજ ઉપરોક તમામ શખ્સોએ તમામને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઇંટોના છુટા ઘા કર્યા હતા.જયારે, મારામારીના પગલે ઈજા પામેલા છ લોકોને હોસ્પિટલે ખસેડાયા હતાં.બનાવ સંદર્ભે વાસુદેવભાઇ રાણપુર પોલીસ મથકમાં સાત શખ્સ વિરૂધ્ધ રાયોટિંગ, ઘાતક હથિયારો વડે હુમલો કરી માર મારી, જાનથી મારી નાંખવાની ધમકીઆપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તમામ સાત શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.